આ ફિલ્મ  ગુજરાતના કચ્છ વિસ્તારની એક છોકરીની છે જેનુ નામ રશ્મિ છે. રશ્મિ ખુબ જ સ્પીડથી દોડતી હોવાથી તેને તેના ગામવાળા પ્રેમથી  રોકેટ તરીકે બોલાવતા હોય છે. પણ જ્યારે તે તેની આ પ્રતીભાને વ્યાપસાયિક રૂપે પ્રદર્શિત કરવાની તક મળે છે ત્યારે તે તેનો બહીષ્કાર કરે છે. આ વિષય ઉપર બનેલી ફિલ્મ લોકો સુધી નવેમ્બર માં પહોંચી જશે તેવી જાણકારી ફિલ્મમાં કામ કરી રહેલ સેલીબ્રીટી દ્વારા જાણવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો – ગુંજન સક્સેના વિવાદ: ગુંજન નહી પણ વિધા હતી પ્રથમ ઉડાન ભરવા વાળી મહીલા?

રશ્મિ રોકેટ ની કહાની નંદ પેરિયાસામી, અનિરુદ્ધ ગુહા અને કનિકા ધિલ્લોને લખી છે. જેને ડાઈરેક્ટ આકાશ ખુરાના કરી રહ્યો છે. અને મુખ્ય કિરદાર તરીકે તાપસી પન્નુ રહેશે.

ફિલ્મને લગતા કલાકારો,ડાઈરેક્ટર, રાઈટર બધા જ આ ફિલ્મની રીલીજ ને લઈ ખૂબ જ ઉત્સાહીત છે કે કોરોના પેન્ડેમીક પછી શુટીંગની પરવાનગી મળતા તે લોકો એક્સાઈટેડ થઈ ગયા છે કે ક્યારે આ ફિલ્મ લોકો સુધી પહોચાડી લોકોને રોમાંચીત કરી દઈયે.

Contribute Your Support by Sharing this News: