અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ DAP-NPK ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી 

November 22, 2023

ગુજરાતના ખેડૂતોના માથે આવ્યું મોટું સંકટ, રવિ પાકની સીઝન માથે ઉભી અને ખાતર વિના ખેતી કેમની થશે

ગુજરાતની સહકારી મંડળીઓમાં ખાતરની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ સ્થિતિનો લાભ લઈને લેભાગુ વેપારીઓ ઉંચા ભાવ લઈને ખાતર વેચતા હોવાની ફરિયાદ 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 22 – રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ રહી છે..DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે..ખેડૂતો વાવણીના સમયે જ ખાતર માટે રઝળપાટ કરવા મજબૂર થયા છે. ખાસ કરીને આ સિઝનમાં ઘઉં, રાયડો, જીરુંના વાવેતર સમયે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે..અનેક રજૂઆતો છતાં ખાતરની અછતની સ્થિતિ યથાવત છે..એમાં પણવાવેતરના ખરા સમયે નાના અને મધ્યમ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફસૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું.. તો ગુજરાતની સહકારી મંડળીઓમાં ખાતરની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ સ્થિતિનો લાભ લઈને લેભાગુ વેપારીઓ ઉંચા ભાવ લઈને ખાતર વેચતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

સૌરાષ્ટ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની માંગમાં અનેક ગણો વધારો - In Saurashtra  The Demand For Dap And Npk Fertilizers Has Multiplied - Abtak Media

ડીએપી ખાતરના અછત વિશે પાટણના ખેડૂતોએ જણાવ્યું કે, રવિ સીઝનમાં ખાતરની અછત ઉભી થઈ છે. પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. માં ડીએપી ખાતરની અછત છે. ખેડૂતોને પાક માટે હાલ ડીએપી ખાતરની તાતિ જરૂરિયાત છે. ખેડૂતોને ડીએપી ખાતર મેળવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. ક્યાંક ખાતર કેન્દ્રો પર ડીએપી ખાતરની અછત તો ક્યાંક ડીએપી ખાતરની માત્ર ત્રણ થેલી મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ખાતરની અછતને લઈને ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ખેડૂતોને DAP-NPK ખાતરની હાલાકી પડી રહી છે. ખેડૂતોને શિયાળુ ખરીફ પાકનું વાવેતર કરવા પાયાની જરૂરિયાત એવા DAP-NPK ખાતરની તંગી વર્તાઈ રહી છે. ખેડૂતો પાણી તેમજ મોસમનું ખેતી કામ છોડીને DAP-NPK ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા લાચાર બન્યા છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા ખેડૂતો ધાબળા અને સ્વેટર પહેરીને પહોંચી જાય છે.

જ્યારે ખેડૂતનો વારો આવે ત્યારે ખેડૂત ખાતેદાર દીઠ ફક્ત પાંચ થેલી જ DAP-NPK ખાતરની મળે છે. કૃષિમંત્રી મીડિયા સમક્ષ એવા નિવેદનો આપે છે કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી નથી. ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના મતવિસ્તાર એવા મોટી પાનેલી વતનમાં જ ખેડૂતોને ખાતર માટે હાલાકી પડી રહી છે. મોટી પાનેલી સહકારી મંડળી ખાતે ખેડૂતો વહેલી સવારમાં લાઈનમાં ઉભા રહેવા મજબૂર થયા છે. વહેલી તકે જગતના તાતને જોઈતી DAP-NPK ખાતર આપવા માટે કરાઈ ઉગ્ર માંગ કરાઈ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
11:17 am, Jan 15, 2025
temperature icon 24°C
broken clouds
Humidity 34 %
Pressure 1018 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 65%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:14 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0