ગુજરાતમાં હવે ખેડૂતો જરૂરીયાત મુજબનુ ખાતર રોકડેથી ખરીદી શકશે.

ગુજરાતમાં ખેડૂતો ખાતરની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટથી જ ચૂકવણુ કરી શકશે તેવો ગુજકોમાસોલે તમામ વિક્રેતાઓને પરીપત્ર મોકલ્યો હતો. પરંતુ ખેડૂતો ડિજિટલ પેમેન્ટ કરવા સક્ષમ ના હોવાથી પારાવાર મુશ્કેલી અનુભવશે એ બાબતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને  કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રજુઆત કરી હતી.

જવાબમાં મનસુખ માંડવિયાએ  તેમણે કહ્યું હતુ કે ખેડૂતો માટેના યુરીયા ખાતર કેમિકલ ફેકટરીમાં વેચાઈ જતુ હોય છે. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે વિરજી ઠુમ્મરની રજૂઆત બાદ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા એ આ વર્ષ પૂરતો આ નિર્ણય મોકુફ રાખવા સાથે ભવિષ્યમાં પેમેન્ટ પ્રથા ડિજિટલ સ્વરૂપે રાખવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના કહેવા મુજબ યુરીયા ખાતર કેમીકલ ફેક્ટરીમાં વહેચાઈ જાય છે વાતમાં સત્યતા છે પરંતુ કેમીકલ ફેક્ટરીમાં સામાન્ય ખેડુત દ્વારા વહેંચવામાં નથી આવતુ, ડીઝીટલ પેમેન્ટ મોટી સંસ્થાઓ ઉપર લાગુ હોવુ જોઈયે, જેમકે કેેન્દ્ર ગુજરાતમાસોલ ને ખાતર આપે છે, ગુજરાતમાસોલ જીલ્લા સંધ ને ખાતર આપે છે, જીલ્લા સંઘ તાલુકા સંઘને ખાતર આપે છે, તાલુકા સંઘ મંડળીઓ ને ખાતર આપે છે. તો આ મોટી સંસ્થાઓ ઉપર ડીજીટલ પેમેન્ટ ની સીસ્ટમ લાગુ હોવુ જોઈયે નહી કે 2 કે 5 ખાતરની બેગ ખરીદરનાર સામાન્ય ખેડુત ઉપર.

Contribute Your Support by Sharing this News: