Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

નવરાત્રી પર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ
મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા: અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરી ૩૪ સેમ્પલ લેવાયા, બે પેઢી સામે કડક કાર્યવાહી

ગરવી તાકાત ઃ 14-10-2026

મહેસાણા જિલ્લામાં પવિત્ર નવરાત્રી પર્વના તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર વી. જે. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગની અલગ-અલગ તપાસ ટીમો દ્વારા ૧૨ અને ૧૩ ઓક્ટોબર દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, નાસ્તા તેમજ પ્રસાદીનું વેચાણ કરતા એકમો પર સઘન આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.

આ ઝુંબેશ અંતર્ગત ‘ફુડ સેફટી ઑન વ્હિલ્સ’ વાન મારફતે ૨૦ જેટલા વિવિધ સ્થળોએ સ્થળ પર જ ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર જ અખાદ્ય જણાયેલા ૫ લીટર દાઝેલા ઓઈલ, ૨.૫ કિલો બગડેલી ગ્રીન ચટણી, ૫ લીટર પાણીપુરીના પાણી તેમજ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા અને ખાદ્યપદાર્થોના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા ૧ કિલો ન્યુઝ પેપરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાનમાં સ્થળ પર જ તેલની ગુણવત્તા ચકાસવા માટે ટી.પી.સી. ટેસ્ટ હાથ ધરીને વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફુડ સેફટી ઓફિસરોની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલા ૧૮ જેટલા પ્રતિષ્ઠિત એકમો, નાસ્તા-પ્રસાદીના મંડપો અને સ્ટોલોની ઝીણવટભરી તપાસ કરીને પૃથક્કરણ અર્થે કુલ ૩૪ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. આ ચકાસણી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં બે પેઢીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં રાધનપુર રોડ પર આવેલા જય ખોડીયાર સ્વીટમાર્ટમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તેને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારો કરવામાં નિષ્ફળ રહેશે તો એકમનો લાયસન્સ રદ કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. વધુમાં આ સ્વીટમાર્ટમાંથી ૩ કિલો કોપરા લાડુ, ૨ કિલો ફુલવડી અને ૧ કિલો કઢીના અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરાવાયો હતો. આ ઉપરાંત પાંચોટ ખાતે આવેલી સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીનમાંથી પણ ગુણવત્તા વગરના ૮ કિલો ખરાબ વડી ફરસાણના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તંત્રની આ કડક અને અણધારી કાર્યવાહીથી તહેવારોમાં નફાખોરી કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બેચરાજીમાં SMC ત્રાટકી: ખોડિયાર માતાજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સપાટો
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં રુ.4.78 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 જુગારીઓ ઝડપાયા, 7 ફરાર આરોપીઓ સામે ગુનો દાખલ

ગરવી તાકાત 14-10-2026

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે લાલ આંખ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. બહુચરાજીમાં આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં મોટા પાયે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડી.એ. તુવર અને તેમની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે કોઈને શંકા ન જાય તે રીતે વ્યૂહાત્મક રીતે અચાનક દરોડો પાડતાં જ સ્થળ પર ગંજીપાના વડે જુગાર રમી રહેલા અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી નાસવા જતાં ત્રણ શખ્સોને સફળતાપૂર્વક ઝડપી લીધા હતા, જ્યારે અન્ય સાત જેટલા જુગારીઓ અંધારા કે આસપાસની જગ્યાઓનો લાભ લઈને પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ગંજીપાનાનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાયેલા ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં મધુવન સોસાયટી, શંખલપુર રોડ, બેચરાજી ખાતે રહેતા પ્રકાશભાઈ મણીલાલ પટેલ, કાશીરવપુરા, બેચરાજીના કિરણ ઉર્ફે કિરીટ શૈલેષભાઈ ભટ્ટ તેમજ કાલરી ગામના દરબારવાસમાં રહેતા લાલાજી જીવણજી સોલંકીનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩,૧૮,૦૧૦, જુગારના અડ્ડા પરથી મળી આવેલા ૬ નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. આમ, પોલીસે રોકડ અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ૪,૭૮,૦૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ, રેડ દરમિયાન નાસી છૂટેલા અને હાલ વોન્ટેડ જાહેર કરાયેલા સાત આરોપીઓમાં બેચર ગામના રમેશ ધારાભાઈ ભરવાડ, લાલાજી ખોડાજી ઠાકોર, લાલો પટેલ, પેઈન્ટર (રહે. બેચરાજી) તેમજ ઘટનાસ્થળેથી મળેલા ઓરેન્જ રંગના વિવો ફોન, મરૂન કલરના વિવો ફોન અને બ્લુ કલરના ઓપ્પો ફોનના અજાણ્યા ધારકો સામેલ છે.

આ સમગ્ર ગેરકાયદે જુગારધામ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા અને ફરાર થયેલા મળી કુલ દસ આરોપીઓ સામે બહુચરાજી પોલીસ મથકે ગુજરાત જુગારધારાની કલમ ૧૨ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાની તપાસ એજન્સી દ્વારા પાડવામાં આવેલા આ સપાટાથી સ્થાનિક જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા નાસી છૂટેલા સાતેય આરોપીઓની ભાળ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહેસાણાની ‘દિશા સ્કૂલ’માં દિવ્યાંગ બાળકો માટે નવરાત્રિ મહોત્સવ યોજાયો: માતાજીની આરાધના સાથે બાળકો ગરબે ઘૂમ્યા
ગરવી તાકાત ઃ 14-10-2026

મહેસાણા ખાતે ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘દિશા સ્કૂલ’માં માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રિ મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ તેમજ સમગ્ર શાળા પરિવારે એકત્ર થઈને નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકોને આશીર્વાદ પાઠવવા માટે પૂજ્ય સ્વામી શ્રીજીવાનંદ ભારતી ખાસ પધાર્યા હતા. આ પ્રસંગે મહેસાણાના જાણીતા સમાજસેવક અને ડોક્ટર વાય.ટી. પટેલ તેમજ કાઉન્સિલર ગીતાબેન ચૌધરીએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમાવેશી ગરબા મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ પોતાના વાલીઓ સાથે મળીને આદ્યશક્તિ માતાજીની ભાવપૂર્વક આરાધના કરી હતી અને મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા, જેનાથી સમગ્ર કેમ્પસ આનંદમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.

આ સુંદર સેવાયજ્ઞમાં સાઉન્ડ સિસ્ટમની સુવિધા સ્વીટુભાઈ બારોટ દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈ માટે ભોજનની સુંદર વ્યવસ્થા વિપુલભાઈ તરફથી કરવામાં આવી હતી. શાળાના સ્ટાફ અને દાતાઓના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ સાચા અર્થમાં પ્રેમ, સ્નેહ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો.

ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવો: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
ચૂંટણી સ્પર્ધા ભૂલી કાર્યકરો સંગઠન અને લોકસેવામાં જોડાય, કડી APMC દ્વારા ખેડૂતોને ₹80 લાખની સબસિડી અપાઈ હોવાનો પણ કર્યો ઉલ્લેખ

ગરવી તાકાત ઃ 14-10-2026

કડી માર્કેટ યાર્ડના પરિસરમાં ભારતીય જનતા પાર્ટી, કડી શહેર સંગઠન દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની એક ભવ્ય અને મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ પરિવારના અગ્રણીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કડી શહેરના યુવા મોરચા સહિત તમામ છ મોરચાઓના પ્રમુખો અને મહામંત્રીઓની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી, જેના અનુસંધાને પક્ષની વિચારધારા અને સંગઠનની ભાવિ રૂપરેખા ઘડવા માટે આ વિશેષ મંચ ઊભો કરાયો હતો. બેઠકના પ્રારંભે નીતિન પટેલે તમામ નવનિયુક્ત હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત કરીને પરિચય મેળવ્યો હતો અને ભાજપ સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદ્રઢ બનાવવા સૌને કટિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

બેઠકને સંબોધિત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાષ્ટ્રહિતનો મુદ્દો મુખ્ય સ્થાને રાખીને ચીની વસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જોરદાર અપીલ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે ચીન સતત પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી મદદ પૂરું પાડી રહ્યું છે, જે સીધી રીતે ભારતની સુરક્ષા અને અખંડિતતા સામે ચિંતાનો વિષય છે. જ્યારે ભારતીય નાગરિકો બજારમાંથી સસ્તી ચીની બનાવટોની ખરીદી કરે છે, ત્યારે અજાણતા જ તેનો સીધો આર્થિક ફાયદો ચીનને મળે છે અને આ મૂડીનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સહાય માટે થાય છે. આથી પ્રત્યેક નાગરિકે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ચીની સામાનનો સંપૂર્ણપણે ત્યાગ કરી દેશી ઉત્પાદનોને જ પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે સ્થાનિક સ્તરે તૈયાર થતી ભારતીય ચીજવસ્તુઓ ખરીદવી એ દરેક દેશવાસીની ફરજ છે, જેથી આપણા સ્થાનિક વેપારીઓ, કારીગરો અને લઘુ ઉદ્યોગોને નવું બળ મળે.

ગ્રામીણ અર્થતંત્ર અને ધરતીપુત્રોના વિકાસની વાત કરતાં નીતિન પટેલે કડી એપીએમસીની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે કડી એપીએમસી દ્વારા ખેડૂતોના સર્વાંગી હિતને ધ્યાને રાખીને અત્યાર સુધીમાં કુલ ₹80 લાખની માતબર સબસિડી વિતરિત કરવામાં આવી છે. આ આર્થિક સહાયને કારણે સ્થાનિક ખેડૂતોને કૃષિ ક્ષેત્રે જરૂરી આધુનિક સાધન-સુવિધાઓ વિકસાવવામાં અને ખેતી ખર્ચ ઘટાડવામાં મોટી રાહત પહોંચી છે. પોતે દાયકાઓથી ખેડૂતો અને કડી વિસ્તારની જનતા સાથે અતૂટ નાતો ધરાવતા હોવાથી છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાની નેમ હંમેશાં આગળ વધારવામાં આવી છે.

રાજકીય પક્ષના આંતરિક માળખા અને ચૂંટણી સ્પર્ધા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહી ઢાંચામાં દરેક સક્ષમ કાર્યકરને ચૂંટણી લડવાનો અને પોતાનો દાવો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ચૂંટણી એ લોકશાહીની સહજ પ્રક્રિયા હોવાથી કાર્યકરોએ ટિકિટ મેળવવા કે પદ મેળવવા માટે પરસ્પર આંતરિક ખેંચતાણ, મનદુઃખ કે ઈર્ષ્યાભાવ રાખવાને બદલે સંગઠન હિતને સર્વોપરી ગણવું જોઈએ. પાર્ટીમાં કોઈપણ પદ ક્ષણિક હોય છે પરંતુ જનતાની સેવા કાયમી રહે છે. તેમણે તમામ આગેવાનોને નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓ વિના વિલંબે મળી રહે તે માટે સતત લોકો વચ્ચે રહેવા સૂચન કર્યું હતું. બેઠકના સમાપન પ્રસંગે તેમણે કાર્યકરોને સંગઠનને એકતાના તાંતણે બાંધીને લોકકલ્યાણના કાર્યોમાં જોતરાઈ જવા પ્રેરણા આપી હતી તેમજ પવિત્ર નવરાત્રી પર્વની સમગ્ર પંથકના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમગ્ર પરિચય બેઠકમાં કડી નગરપાલિકાના પ્રમુખ રાજુ ગજ્જર, કારોબારી ચેરમેન શૈલેષ પટેલ, કડી શહેર ભાજપ પ્રમુખ જીગ્નેશ પટેલ, મહામંત્રી બીપીન પટેલ, કડી એપીએમસીના ચેરમેન ગોવિંદ પટેલ, વાઇસ ચેરમેન હિમાંશુ ખમાર સહિતના કડી પંથકના અગ્રણી નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મેહસાણા. ONGC મહેસાણા એસેટની કામગીરીમાં ઉત્કૃષ્ટતા સાથે ઊર્જા સુરક્ષા અને સામાજિક વિકાસ પર ભાર
ગરવી તાકાત. 13-12-2026

ઉત્પાદન, રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે ONGCની વિવિધ પહેલોથી સ્થાનિક વિકાસને વેગ

મહેસાણા: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની મહેસાણા એસેટ દ્વારા ઊર્જા ઉત્પાદન સાથે સામાજિક જવાબદારી, રોજગાર સર્જન, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કંપની દ્વારા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓના માધ્યમથી સ્થાનિક સમુદાયના જીવનધોરણમાં સુધારો લાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

ONGC મહેસાણા એસેટ દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેલ અને ગેસના ઉત્પાદનની સાથે આધુનિક ટેક્નોલોજી, સલામતી અને પર્યાવરણને અનુકૂળ કામગીરી દ્વારા ઊર્જા ક્ષેત્રે પોતાની ભૂમિકા મજબૂત બનાવી રહી છે.

ઉત્પાદન ક્ષેત્રે કામગીરી અને ટેક્નોલોજીનો ઉપયોગ

મહેસાણા એસેટ દ્વારા તેલ અને ગેસના ઉત્પાદનને જાળવી રાખવા તથા તેમાં વધારો કરવા માટે વિવિધ ટેક્નિકલ ઉપાયો હાથ ધરવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કામગીરીની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે.

રોજગાર અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન

ONGC દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની તકો ઊભી કરવા, યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ આપવા અને મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનોને રોજગારલક્ષી તકો મળે તથા સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્ય અને સામાજિક કલ્યાણમાં યોગદાન

આરોગ્ય ક્ષેત્રે તબીબી સેવાઓ, આરોગ્યલક્ષી જાગૃતિ અને આરોગ્ય સુવિધાઓના વિકાસ માટે ONGC દ્વારા સહયોગ આપવામાં આવે છે. સમાજના જરૂરિયાતમંદ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચે અને લોકોના જીવનધોરણમાં સુધારો થાય તે માટે CSR હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

CSR ખર્ચમાં સતત વધારો

સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા ONGC મહેસાણા એસેટના CSR ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, વર્ષ 2023માં આશરે રૂ. 10.65 કરોડ, વર્ષ 2024માં રૂ. 14.35 કરોડ અને વર્ષ 2025માં રૂ. 22.66 કરોડ CSR પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી પર ભાર

ઊર્જા સુરક્ષાની સાથે પર્યાવરણનું જતન કરવા માટે પણ ONGC મહેસાણા એસેટ દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી જાગૃતિ જેવા કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવે છે. સાથે જ સોલાર ઊર્જા જેવી સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.

ઊર્જા ઉત્પાદનની સાથે સામાજિક જવાબદારી, સ્થાનિક રોજગાર અને પર્યાવરણ સંરક્ષણને જોડતી ONGC મહેસાણા એસેટની કામગીરી સ્થાનિક વિકાસમાં યોગદાન આપવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે.

તહેવારો ટાણે મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી
મહેસાણામાં ગેરકાયદે દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે બે સગીરો ઝડપાયા: હથિયાર સપ્લાય કરનાર શખ્સ સામે ગુનો દાખલ

સાંઈબાબા રોડ નજીકથી મેગેઝિન, ૩ જીવતા રાઉન્ડ અને મોબાઈલ સહિત ₹૩૫,૩૦૦નો મુદ્દામાલ જપ્ત, ફરાર સપ્લાયરની શોધખોળ તેજ

ગરવી તાકાત ઃ12-10-2026

મહેસાણા જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાને રાખીને અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી કડક સૂચનાઓના પગલે સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી)ને મોટી સફળતા સાંપડી છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમે ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી લીધા છે.

મહેસાણા એલસીબી પીઆઈ એ.એમ. કામળીયા અને પીએસઆઈ બી.વી. વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાંઈબાબા રોડ પર આવેલી મનોહર પાર્ક સોસાયટીથી લાખવડી ભાગોળ જવાના માર્ગે દરગાહ નજીક બે શંકાસ્પદ ઈસમો ઘાતક હથિયાર સાથે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતાં બંને સગીરો પકડાઈ ગયા હતા. તેમની અંગઝડતી લેતાં તેમની પાસેથી ₹૨૫,૦૦૦ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ, એક લોખંડનું મેગેઝિન અને ₹૧૦,૦૦૦નો મોબાઈલ ફોન મળી કુલ ₹૩૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ સગીરોને ગેરકાયદે પિસ્તોલ મહેસાણાના કસ્બા છીંદીવાડો વિસ્તારમાં રહેતા તોફિકખાન ઉર્ફે મોયડી નુરમહંમદખાન પઠાણ નામના શખ્સે પૂરી પાડી હતી. રેડ દરમિયાન આ હથિયાર સપ્લાયર હાજર મળી ન આવતાં પોલીસે તેની સામે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો વિરુદ્ધ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સરાહનીય કામગીરીમાં એલસીબી સ્ટાફના મહેન્દ્રકુમાર, હરેન્દ્રસિંહ, મેહુલકુમાર, ધવલકુમાર, કલ્પેશકુમાર અને આશીકકુમાર સહિતના જવાનો જોડાયા હતા.

મેડાઆદરજ ગામ પાસે માર્ગ કિનારે ઊભેલા શ્રમિકો પર કાળ બનીને ત્રાટકી બેકાબૂ ગાડી
કડીના મેડાઆદરજ નજીક ગંભીર અકસ્માત સર્જી ભાગી છૂટવાની ઘટના: બેફામ દોડતી ગાડીએ બે નિર્દોષ શ્રમિકોને કચડ્યા, એકનું કમકમાટીભર્યું મોત

ખોટી દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીની જોરદાર ટક્કરથી શ્રમિકો હવામાં ફંગોળાયા, સમગ્ર કરુણાંતિકા નજીકના સુરક્ષા કેમેરામાં કેદ થતાં બાવલુ પોલીસે તપાસ તેજ કરી

ગરવી તાકાત 12-10-2026

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે વધુ એક અત્યંત કંપારી છૂટે તેવી અકસ્માત સર્જી નાસી છૂટવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના મેડાઆદરજ ગામ નજીકથી પસાર થતા માર્ગની બાજુમાં શાંતિપૂર્વક ઊભેલા બે નિર્દોષ પરપ્રાંતીય શ્રમિકોને પૂરઝડપે અને બેદરકારીથી દોડી આવેલી એક અનિયંત્રિત ચાર પૈડાંવાળી ગાડીએ કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં માર્ગ કિનારે ઊભેલા એક શ્રમિકનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કર્મચારી ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ધોળા દિવસે બનેલી આ કમનસીબ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર સાથે ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, કડી પંથકમાં આવેલી ખાનગી ઔદ્યોગિક એકમમાં ઇજારા હેઠળ કામ કરતા બે પરપ્રાંતીય શ્રમિકો પોતાની દૈનિક ફરજ પૂર્ણ કર્યા બાદ માર્ગની એક બાજુએ ઊભા રહીને લસ્સી પી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ખોટી દિશામાંથી અત્યંત ગફલતભરી અને બેફામ ગતિએ આવી રહેલી ચાર પૈડાંવાળી ગાડીના ચાલકે બંને યુવકોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ગાડીની ગતિ એટલી પ્રચંડ હતી કે બંને શ્રમિકો જોરદાર આંચકા સાથે હવામાં ફંગોળાઈને દૂર જઈ પટકાયા હતા. આ ગમખ્વાર ટક્કરમાં સવાઈ રામ સુથાર નામના કર્મચારીને માથા તેમજ શરીરના અન્ય નાજુક ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ તરફડીને અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે તેમની સાથે રહેલા જોગરામ બલિયારા નામના અન્ય કર્મચારી લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા.

શ્રમિકોને જોરદાર ટક્કર માર્યા બાદ નિયંત્રણ ગુમાવી બેઠેલી આ ગાડી માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી, જેના પરિણામે ગાડીના ચાલકને પણ ઈજાઓ થઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક નાગરિકો તેમજ માર્ગ પરથી પસાર થતા મુસાફરો તુરંત જ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક જીવનરક્ષક વાહનને જાણ કરતા ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક જોગરામ તેમજ ગાડીના ચાલકને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ રુંવાડા ઊભા કરી દે તેવી સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ત્રીજી આંખ સમાન સુરક્ષા કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં ગાડીની બેફામ ગતિ અને ટક્કરની ગંભીરતા સાફ નજરે પડે છે.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ બાવલુ સરકારી રક્ષક દળનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સરકારી રક્ષકોએ સ્થળ પર પહોંચીને મૃતક સવાઈ રામના મૃતદેહનો કબજો સંભાળી પંચનામા સહિતની કાયદેસરની તજવીજ હાથ ધરી શબપરીક્ષણ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ સાથે અકસ્માતગ્રસ્ત ગાડીના ચાલક સામે જાહેર માર્ગ પર માનવજિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન હંકારવા તેમજ માનવવધ સહિતની કડક કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સુરક્ષા કેમેરાના દ્રશ્યોના આધારે ઘટનાની ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વિજાપુરમાંથી નંબર પ્લેટ વિનાની બાઇક સાથે યુવક ઝડપાયો
માણસામાંથી ચોરાયેલી બાઇક સાથે તસ્કરને મહેસાણા એલસીબીએ વિજાપુર સ્ટેશન ચક્કર પાસેથી દબોચ્યો

ચેચિસ નંબર ઘસી નંખાયો હતો પણ એન્જિન નંબરે ભેદ ખોલ્યો: આરોપી પંકજ દંતાણીની અટકાયત કરી મુદ્દામાલ કબજે

ગરવી તાકાત 12-10-2026

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા અપાયેલી સૂચનાઓના પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને સફળતા મળી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી. કાકરેચા તથા ટીમ વિજાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી તથા કોન્સ્ટેબલ અક્ષયસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિજાપુર સ્ટેશન ચક્કર ખાતે વોચ ગોઠવીને નંબર પ્લેટ વગરની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઇક સાથે એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં બાઇકનો ચેચિસ નંબર ઘસી નાખેલો જણાયો હતો. જોકે, પોલીસે એન્જિન નંબરના આધારે ઓનલાઇન તપાસ કરતાં આ વાહનનો અસલ નંબર GJ.18.CG.9362 હોવાનું ખુલ્યું હતું. બાઇકના કાગળો બાબતે યુવક સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છૂટક મજૂરી કરે છે અને વાહનની જરૂરિયાત હોવાથી આશરે એકાદ મહિના પહેલાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા (આનંદપુરા) ગામે રાત્રિના સમયે વાડામાંથી બાઇક ચોરી કરી હતી. આ ચોરી અંગે માણસા પોલીસ મથકે ગુનો નોંધાયેલો હતો. પોલીસે ₹15,000ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી 20 વર્ષીય આરોપી પંકજભાઈ ઉર્ફે અજયભાઈ દંતાણીની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે વિજાપુર પોલીસને સોંપ્યો છે.

ગુજરાત કપાસિયા તેલ ઉત્પાદક મંડળની બેઠકમાં ભેળસેળનો મામલો ગૂંજ્યો
કડીમાં પશુ આહારમાં ભેળસેળ મામલે કૃષિ મંત્રીના કડક આદેશ બાદ તંત્રના મોડી રાત્રે ધામા: ૫ મોટા ગોડાઉનો પર સામૂહિક દરોડા

કડી અને લીંચ સ્થિત રાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જના ગોડાઉનોમાંથી શંકાસ્પદ ખોળની હજારો બોરીઓ ઝડપાઈ, નમૂના લઈ પ્રયોગશાળામાં મોકલાયા

ગરવી તાકાત ઃ12-10-2026

કડી ખાતે આયોજિત ગુજરાત કપાસિયા તેલ ઉત્પાદક મંડળની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન પશુ આહાર એટલે કે ખોળમાં મોટા પાયે આચરવામાં આવતી ભેળસેળનો ગંભીર મામલો જોરશોરથી ઊઠ્યો હતો. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સ્થાનિક અગ્રણીઓ અને મંડળના હોદ્દેદારોએ ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો કે કડી ખાતે આવેલા રાષ્ટ્રીય કૃષિ પેદાશ વિનિમય મંચના ગોડાઉનોમાંથી નીચા ભાવે નકલી અને ગુણવત્તા વગરનો ભેળસેળયુક્ત ખોળ વેચવામાં આવી રહ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય અને પશુપાલકોના હિત સાથે સીધો ચેડાં કરતો આ મુદ્દો સામે આવતાં જ મંત્રીએ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી હતી અને જાહેરમાં જ વહીવટી તંત્રને કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ હાથ ધરવાના સ્પષ્ટ નિર્દેશો આપી દીધા હતા.

કૃષિ મંત્રીના કડક વલણ અને સીધા આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્ર તુરંત જ સક્રિય બન્યું હતું અને મોડી રાત્રે એક વિશેષ સંયુક્ત તપાસ ટુકડીની રચના કરવામાં આવી હતી. જેમાં મહેસાણા પશુપાલન વિભાગ, મામલતદાર કચેરીની ટીમ તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાતોરાત કાર્યવાહી કરવા મેદાનમાં ઉતરી પડ્યો હતો. સંયુક્ત ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના હેઠળ કડી તાલુકાના અલદેસણ પંથકમાં આવેલા ૪ જેટલા ગોડાઉનો અને મહેસાણા તાલુકાના લીંચ નજીક આવેલા ૧ મોટા ગોડાઉન સહિત કુલ ૫ મુખ્ય શંકાસ્પદ સ્થળો પર અચાનક સામૂહિક દરોડા પાડ્યા હતા.

અધિકારીઓના આ અણધાર્યા છાપાથી ગોડાઉન સંચાલકો અને સંગ્રહખોરોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. સઘન તપાસ દરમિયાન આ ગોડાઉનોમાંથી શંકાસ્પદ તેમજ ભેળસેળયુક્ત મનાતા ખોળની હજારો બોરીઓનો વિશાળ જથ્થો સંગ્રહાયેલો મળી આવ્યો હતો. અધિકારીઓની ટીમે ગોડાઉનમાં રહેલા તમામ માલસામાનની વિગતવાર ચકાસણી કરી હતી અને શંકાસ્પદ જથ્થામાંથી પદ્ધતિસર નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ અને પરીક્ષણ માટે તાત્કાલિક સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળામાંથી પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે તેવી માહિતી આપતાં તંત્રની આ ત્વરિત અને આકરી કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

મહેસાણામાં નવરાત્રિ પહેલાં જ બુકિંગના ભાવમાં તોતિંગ વધારો! પ્રીમાઇસિસની મંજૂરીના નામે આયોજકોની મુશ્કેલી વધી?
ગરવી તાકાત. મેહસાણા

પ્રવેશ પાસ અને ટિકિટના ભાવમાં વધારો થતાં ખેલૈયાઓ પર આર્થિક બોજ વધવાની ભીતિ

મહેસાણા: નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા શહેરમાં નવરાત્રિ મહોત્સવના આયોજન અને બુકિંગને લઈને ચર્ચાઓ તેજ બની છે. નવરાત્રિના ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ પ્રવેશ પાસ અને ટિકિટના ભાવમાં વધારો થતો હોવાની ચર્ચાને પગલે સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

નવરાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ ગરબાના મોટા આયોજનો કરવામાં આવે છે. આ આયોજનો માટે જરૂરી પ્રીમાઇસિસની મંજૂરી, વ્યવસ્થાઓ અને અન્ય નિયમોનું પાલન મહત્ત્વનું છે. જોકે, મંજૂરી મેળવવાની પ્રક્રિયા અને તેના નામે બુકિંગના ભાવમાં વધારો થતો હોવાના આક્ષેપો અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માગ ઊઠી શકે છે.

નવરાત્રિ એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને આસ્થાનું પર્વ છે. આવા પર્વમાં સામાન્ય પરિવારો પણ ગરબાનો આનંદ માણી શકે તે જરૂરી છે. જો પ્રવેશ પાસ અને ટિકિટના ભાવમાં અનિયંત્રિત વધારો થાય તો મધ્યમ વર્ગ અને યુવા ખેલૈયાઓ માટે નવરાત્રિની મજા મોંઘી બની શકે છે.

તંત્રની ભૂમિકા સામે સવાલો

નવરાત્રિના આયોજનો માટે મંજૂરી આપતી વખતે સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં, જાહેર સલામતીની વ્યવસ્થા કેવી છે અને ટિકિટના ભાવ અંગેની ફરિયાદો પર કોઈ તપાસ થાય છે કે નહીં, તેવા સવાલો ચર્ચામાં છે. સંબંધિત સત્તાવાળાઓએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હકીકત જાહેર કરવી જોઈએ, જેથી ખેલૈયાઓમાં ઊભી થતી મૂંઝવણ દૂર થાય.

હવે જોવાનું એ રહેશે કે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તંત્ર આ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં અને ખેલૈયાઓને વાજબી ભાવે ગરબાનો આનંદ માણવાની તક મળે છે કે નહીં.