રીઝવાન   કાજી – ગળતેશ્વર

સરકાર દ્વારા સ્વવ્છતા અભિયાન હેઠળ કામગીરીને ખૂબ જ જરૂરી અને મહત્વનુ પ્રધાન્ય અપાઈ રહ્યું છે ગમે ગામ પાણીના નિકાલ માટે ગટર ,અમુક પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ ,સૂકા અને ભીના કચરાના નિકાલ વગેરે વ્યવસ્થા કરી શેરી મહોલ્લા અને ગામ -સ્વચ્છ રાખવા મોટા મોટા હોર્ડીંગ અને જાહેરાતો આપીને પ્રજાને જાગૃત કરવાનું કામ કરે છે પણ જોઈને લાગી રહ્યું છે કે અમુક કાગળ પર જ કામગીરી કરીને આંકડાકીય માયાજળમાં બનાવી અધિકારીઓ ઉપલા અધિકારીઓએ અને નેતાઓને મોકલી પોતાના દ્વારા સરસ કામગીરી થતી હોય છે તેવા દેખાવ કરી રહે છે .એક બાજુ સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીમાં પરેશાન થઈ છે જો આવી ગંદકીના કારણે બીજો કોઈ રોગચાળો ફાટી નીકળશે તો કોની જવાબદારી એ પ્રશ્ન પ્રજા પૂછી રહી છે . હાલમાં ચોમાસાની  ઋતુ ચાલુ છે ત્યારે દરેક જગ્યાએ વરસાદ વરસવાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાય જવાના પ્રશ્નો સામે આવ્યા છે ક્યાંક પાણી તો ક્યાં ગંદગી તો ક્યાંક કીચડ થવાનો પ્રશ્ન તાલુકાના દરેક સ્થળેથી આવી રહ્યા છે ત્યારે ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા બજારની હાલત કફોડી બની છે બજારમાં ઘણી જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે તો ક્યાક ગટરો ના પાણી બહાર આવ્યા છે તો ક્યાક પીવાનું પાણી દુષિત થવાની બુમો ઉઠી છે ત્યારે આજ રોજ સેવાલિયા બજાર મા અવધૂત થી આગળ જતા હુસેની સોસાયટી તથા દરિયાઈ સોસાયટી ના રહિશો દ્વારા ગંદકી બાબતે વિરોધ ઉઠાવ્યો છે ત્યાંના રહિશ માજી ડેપ્યુટી સરપંચ મહોમંદભાઈ આઈ વ્હોરા દ્રારા જાણવા મળ્યું છે કે દરિયાઈ સોસાયટી ના રસ્તા પર કચરા ના ઢગલા પડ્યા છે વરસાદ પડવાને કારણે ગંદકી વધી ગઈ છે અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે તથા કચરાના ઢગલા પાછળ ગંદા પાણીની ગટર તથા પિવાના પાણીની ગટર બંને મા લિકેઝ ને કારણે પિવાનુ પાણી દુસીત થયુ છે જે બાબતે સેવાલિયા પાલી પંચાયત ને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જો સત્વરે પગલા લેવામા નહિ આવે તો રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહી છે તો સ્થાનિક રહિશો ની માગને લઈ આ પ્રશ્ન નો તાત્કાલિક નિકાલ કરી રોગચાળો ના ફાટે તેની કાળજી લેવા લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ યોગ્ય પગલાં લે તેવી રજૂઆત કરવામા આવી છે.

Contribute Your Support by Sharing this News: