પાલનપુરના સાસમથી સલ્લા રોડ પર ગંદુ પાણી ઉભરાતા રોગચાળાની ભિતિ

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુર તાલુકાના સાસમ ગામના સલ્લા ગામ જતા રોડ પર ગંદુ પાણી ઊભરાતું હોય આસપાસના વિસ્તારોના રહીશોને રોગચાળાની ભીતિ વર્તાઇ રહી છે. આ બાબતે સત્વરે પગલાં લઈ રોગચાળો ફેલાય તે પહેલા કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠી છે.  

આ પણ વાંચો –    દાંતીવાડા તાલુકા પંચાયતની કારોબારી મીટીંગમાં પંચાયતના સદસ્યોએ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી મૂક્યો છે. દિપાવલીના તહેવારો બાદ લોકોની ભીડભાડ વધતા કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. જેને લઈ કેટલાક શહેરોમાં તો કરફ્યુ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે આવા મહામારીને સમયમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી ગંદકીને પગલે મહામારી વકરે તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના સાસમ ગામથી સલ્લા તરફ જતા માર્ગમાં ગંદુ પાણી રોડ પર રેલાતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઇ રહી છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં પણ રજુઆત કરવા છતાં રજુઆતને ધ્યાને ન લઈ કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વર્તાઈ રહી છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ સત્વરે પગલાં ભરવામાં આવે તેવી સાસમ ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.