ગરવીતાકાત,પાલનપુર: રાયડાની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના ખેડૂતોના આક્ષેપ 
પાલનપુરમાં રાયડાની ખરીદી કેન્દ્ર પર હજુ સુધી ખેડૂતોનો રાયડો ખરીદવાનું શરૂ ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને ખેડૂતોએ રાયડાની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો પણ કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા રાયડાનું વાવેતર કરીને સરકાર દ્વારા રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. તે રાયડાના ખરીદી કેન્દ્ર પર રાયડો વેચાણ કરવા માટે ખેડૂતો હાલમાં લાઈનમાં લાગેલા છે. જો કે પાલનપુરમાં રાયડાના ખરીદી કેન્દ્ર પર હજુ સુધી રાયડો ખરીદવાનું શરૂ ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હજુ સુધી ખરીદ કેન્દ્ર ઉપર કોઇ કર્મચારી કે અધિકારીને આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત રાયડાની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.જેમાં કેટલાક ખેડૂતોએ ટોકન મળી ગયા હોવા છતાં તેમના રાયડાની હજુ સુધી ખરીદી ન કરાઇ હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવ્યું હતું.