કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ આપ્યો છે. કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન જીવ ગુમાવ્યો હતો તે ખેડૂતોના પરિવારોને વળતર આપવાના મુદ્દા પર આ સ્થગિતની નોટિસ આપવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અરુણાચલ પ્રદેશ અને ડોકલામમાં ચીન તરફથી ગામડાઓ વસાવવાના મુદ્દે લોકસભામાં સ્થગિતની નોટિસ આપી છે. તેમને આ મામલે કટાક્ષમાં ટ્વીટ પણ કર્યુ હતુ જેમાં તેઓએ લખ્યુ કે, શહીદ ખેડુતોને વળતર ના આપવુ, નોકરી ના આપવી અને અન્નદાતાઓ વિરૂધ્ધ પોલીસ કેસ પાછા ના ખેંચવા મોટી ભુલો ગણવામાં આવશે? આખરે PM કેટલીવાર માફી માંગશે ?
રાહુલ ગાંધી આ ટ્વીટથી કહેવા માંગતા હતા કે, સરકારે શહીદ ખેડુતોને વળતર અને નોકરી આપવી જ પડશે, તથા કેસો પણ પરત ખેંચવા પડશે. સરકાર અત્યારે આનાકાની કરી રહી છે પરંતુ જ્યારે આ બધુ આપવુ પડશે ત્યારે સરકારની ફજીહત થશે. જેથી અત્યારે માંગ સ્વીકારી લેવામાં આવે તો સરકાર માટે સારૂ રહેશે.
સંસદનું શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં વિપક્ષ દ્વારા સતત હોબાળો યથાવત છે. વિપક્ષ સતત પોતાના સસ્પેન્ડેડ થયેલા 12 સાંસદો મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ કારણે સંસદના શિયાળુ સત્રમાં કામકાજ ચાલી રહ્યું નથી. સોમવારે પણ નાગાલેન્ડ હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
સંસદમાં સતત હોબાળા વચ્ચે આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઁસ્ મોદી, અમિત શાહ સહિતના ભાજપના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંસદની કાર્યવાહી ચલાવવા માટે તમામ સાંસદોને મર્યાદામાં રહીને નિવેદનબાજી કરવા બાબતે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ તરફ વિપક્ષ પોતાની માગ બાબતે મક્કમ છે. મંગળવારે પણ સંસદમાં હોબાળો થવાના અણસાર છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ લોકસભામાં નોટિસ આપીને અરુણાચલપ્રદેશમાં સરહદ નજીક ચીન દ્વારા વસાવવામાં આવેલા ગામો બાબતે ચર્ચા કરવાની માગ કરી છે.
બેઠકમાં મોદીએ પાર્ટીના સાંસદોને કડક શબ્દોમાં કહ્યું હતું કે શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવું. આ ઉપરાંત ઁમોદીએ સાંસદોને લોક હિતમાં કામ કરવા માટે પણ જણાવ્યુ હતું. વડાપ્રધાન મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ગેરહાજર રહેતા સાંસદોને ફટકાર લગાવી હતી. ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘જાે બાળકોને પણ વારંવાર એક વસ્તુ વિશે કહેવામાં આવે છે, ત્યારે તેઓ પણ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું, બધાએ સૂર્ય નમસ્કાર કરવા જાેઈએ, જેથી બધા સ્વસ્થ રહેશો.
(ન્યુઝ એજન્સી)