સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડવાનો પરિપત્ર થતા ખેડૂતો ચોકયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ઢોલ ઢબુકિયા દિયોદર મામલતદાર કચેરીમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ,લાખણી ,કાંકરેજ,ભીલડી,ડીસા જેવા ગામો માંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં ઘણા સમય થી સિંચાઈ માટે નું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો એ થોડા સમય અગાવું પાણી છોડવાની માંગ સાથે નાયબ કલેકટર ને લેખિત માં રજુઆત કરી હતી અને પાણી છોડવામાં નહીં આવે તો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી જેમાં  ગુજરાત સરકાર નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તાજેતર માં એક પરિપત્ર માં સુજલામ સુફલામ કેનાલ માં પાણી નહીં છોડવામાં આવે તેવું જણાવતા ખેડૂતો એ કેનાલ પર રોષ ઠાલવ્યો હતો જો કે આજે પાંચ તાલુકા ના ખેડૂતો ઢોલ લઈ મામલતદાર કચેરી ખાતે પોહચી સુજલામ સુફલામ  કેનાલ માં પાણી છોડવાની ઉર્ગ માંગ સાથે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન  શરૂ કર્યું હતું જેમાં 200 થી વધુ ખેડૂતો ઉપવાસ આંદોલન માં જોડાયા હતા અને ખેડૂતો એ જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

અનેક રજુઆત છતાં સરકાર અમારી રજુઆત સાંભળતી નથી-ખેડૂત

આ બાબતે ખેડૂત અમરાભાઈ પટેલ એ જણાવેલ કે સુજલામ સુફલામ કેનાલ માં પાણી માટે અમો એ મામલતદાર ,નાયબ કલેકટર અને નાયબ મુખ્યમંત્રી સુધી અનેક વખત રજુઆત કરી છે છતાં સરકાર ખેડુત ની રજુઆત સાંભળતી નથી એક બાજુ આ વિસ્તાર માં પાણી તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે અમો ને સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમો આંદોલન ચાલુ રાખી છે 

ખેડૂતો ની રજુઆત અમો એ સરકાર સુધી મુકલી આપી છે -મામલતદાર દિયોદર

આ બાબતે દિયોદર મામલતદાર કે કે ઠાકોરે જણાવેલ કે ખેડૂતો એ આવેદનપત્ર આપ્યું છે જેમાં ખેડૂતો ની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવામાં આવે અમો એ ખેડૂતો ની રજુઆત છે તે સરકાર સુધી મુકલી આપી છે.

દિયોદર ,લાખણી,કાંકરેજ ,ડીસા ભીલડી જેવા વિસ્તાર ના ખેડૂતો ઉપવાસ આંદોલન માં જોડાયા

સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવાની ઉર્ગ માંગ સાથે આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ લઈ ખેડૂતો પોહચ્યા હતા જેમાં દિયોદર ,લાખણી ,ભીલડી ,ડીસા અને કાંકરેજ તાલુકા ના ખેડૂતો જોડાયા હતા અને માત્ર સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવાની માંગ સાથે ઉપવાસ આંદોલન માં બેઠા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.