— ખેડૂતોની વેદના સાંભળો સરકાર :
— સબ સ્ટેશનથી પાંચ કિલોમીટર લાંબી રેલી કાઢી વીજ ધાંધિયાનો વિરોધ દર્શાવ્યો :
ગરવી તાકાત પાલનપુર : દિયોદર તાલુકા ના વખા વીજ સબ સ્ટેશન ખાતે કાંકરેજ અને દિયોદર તાલુકા ના ખેડૂતો ં વીજ પુરવઠા ની માંગ ને લઈ છેલ્લા ત્રણ દિવસ થી ધરણા પર બેઠા છે. શુક્રવારે જય જવાન જય કિસાન ના નારા સાથે રેલી યોજીને પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને પ્રાંત અધિકારી ને આવેદન આપી રજૂઆત કરી હતી.
દિયોદર ના વખા ૨૨૦ કેવી સબ સ્ટેશને ધરણાના સ્થળે વહેલી સવારે ખેડૂતો મોટી સંખ્યા માં એકઠા થયા હતા .જેમાં પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ વચ્ચે ઉર્ગ આંદોલન શરૃ કરીને રેલી યોજી હતી.સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે પાંચ કિલોમીટર લાંબી રેલી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.ખેડૂતોએ દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપી કૃષિ માટે પુરતી વિજળી આપવાની માંગ કરી હતી.ત્યારબાદ તેઓ પરત વખા સબ સ્ટેશને જઈને ધરણા કાર્યક્રમ યથાવત રાખ્યો હતો.
— ખેડૂતોના સમર્થનમાં દિયોદરમાં આજે બંધનું એલાન :
વીજ પુરવઠા ની માંગ વચ્ચે ખેડૂતો ની રેલી ટ્રેકટર ચલાવી રાજવી પ્રાંત કચેરી એ પોહચ્યા હતા અને ખેડૂતો ના સમર્થન માં શનિવારના રોજ શહેરને બંધ નું એલાન કર્યું હતું .આજે દિયોદર વહેપારીઓ ખેડૂતો ના સમર્થન માં પોતાના ધંધા રોજગાર બંધ રાખશે.
— વખા ૨૨૦ સબ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનો પહોચ્યા :
દિયોદર ના વખા વીજ સબ સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ દિવસ થી પૂરતા પ્રમાણ માં વીજપુરવઠા ની માંગ ચાલી રહી જેમાં આજે નવનિયુક્ત નિર્મૂણક થયેલા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભરત સિંહ વાઘેલા , ગિરિરાજ સિંહ વાઘેલા, તેમજ કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ ખેડૂતો ને સમર્થન આપવા પોહચ્યા હતા.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર