ગરવી તાકાત પાલનપુર : ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે સવારના ૬:૦૦ વાગ્યાના સુમારે બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા. જેમાં આજુબાજુના સ્થાનિક ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી બીજી બાજુ ઉનાળાના કપરા સમયમાં પાણીની વિકટ સમસ્યાને લઈને ખેડૂતોની હાલત દયનીય બની હતી.
ત્યારે બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને પગલે સારા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજી બાજુ દાંતીવાડા ડેમના અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે હાલ ૫૫૦.૬૫ જળ સપાટી છે પરંતુ સાંજના ચારથી પાંચ ના સમય દરમિયાન સપાટીમાં વધારો થાય તેવી શક્યતા જણાઈ હતી.
ત્યારે પાલનપુરના રામપુરા (કરજા) ગામની સીમમાં જે બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના પાણીનો પ્રવાહ ધસમસતો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જેના પગલે હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ વધુ થાય તો આવનાર સમયમાં દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા – પાલનપુર