રાજકોટ : કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. પાક વીમારૂપી બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યાં છે. જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આ બિરબલની ખીચડી સરકારે અમારી માટે બનાવી છે. ખીચડીની જગ્યાએ અમારો વીમો છે અને આગ છે તે સરકારની નીતિ છે. સરકારે નીતિ બનાવી તો દીધી પરંતુ વચ્ચે એવી સિસ્ટમ છે કે અમને તે વીમો મળતો જ નથી. ‘ સતત બીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. ખેડૂતોને કપાસનો પાક વીમો નહીં મળતા રોષે ભરાયા છે. કપાસનો પાક વીમો ચૂકવવા માટે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતાં. તેઓ ગઇકાલથી એટલે કે ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં

રાજકોટ : ખેડૂતોને પાક વીમો ન મળતા 'બિરબલની ખીચડી' બનાવી કર્યો વિરોધ

 સુધી પાકવીમો નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો બહુમાળી ભવન ચોક ખાતે ભેગા થઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનની રાહે ચાલી રહ્યાં છે. જેના ભાગરૂપે પાક વીમો, ભાવાન્તર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે.પટેલ, રતનસિંહ ડોડીયા, ગુજરાત ખેડૂત સમાજના સૌરાષ્ટ્રના કન્વીનર ચેતન ગઢીયા તથા વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પણ તે સ્થળે પહોંચ્યા હતા. ખેડૂત આંદોલનને ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન જાહેર કર્યું છે.

Contribute Your Support by Sharing this News: