બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સિંચાઈ વિભાગની પેટા કચેરી ગઢ ખાતે 15 ગામના ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે ધરણા કર્યા…

March 23, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સિંચાઈ વિભાગની પેટા કચેરી ગઢ ખાતે 15 ગામના ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે ધરણા કર્યા ખેડૂતોએ ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નહેરમાં પૂરતુ પાણી છોડવા માંગ કરી ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ સિંચાઈ સમિતિ દ્વારા શિયાળુ અને ઉનાળુ બંને સિઝન માટે પાણી આપવાનું નક્કી કરાયું શિયાળુ સિઝનમાં પાંચ અને ઉનાળુ સિઝનમાં ત્રણ પાણી પદ્ધતિસર આપવાનું ઠરાવાયું જોકે, શિયાળુ સિઝનમાં માત્ર ત્રણ પાણી અનિયમિત સમયે આપવામાં આવ્યા જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા ખેડૂતોએ આ માટે અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી, જેના લીધે તેમને મોટું આર્થિક નુકસાન આ ઉપરાંત, અધિકારીઓની બેદરકારીને કારણે દાંતીવાડાની મુખ્ય નહેર તૂટી ગઈ સમયસર રિપેરિંગ ન થતાં લગભગ 35 દિવસ સુધી પાણી બંધ રહ્યું, જેના પરિણામે ખેડૂતોના પાક સુકાઈ ગયા.

ઉનાળુ સિઝનમાં પણ અધિકારીઓએ ત્રણ પાણી આપવાનું ઠરાવ્યું આના આધારે ખેડૂતોએ મોંઘા ખાતર-બિયારણ વાપરી મોટા ખર્ચે ઉનાળુ વાવેતર તેમ છતાં, અધિકારીઓની લાપરવાહીના કારણે 21 ફેબ્રુઆરી, 2026 થી છેલ્લા દોઢ મહિનાથી નહેર બંધ કરી દેવામાં આવી હાલમાં દાંતીવાડા ડેમમાં આખી સિઝન ચાલે તેટલો, એટલે કે 885 ફૂટના લેવલ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ તેમ છતાં, અધિકારીઓ પાણી આપવા આનાકાની કરી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ આના કારણે સિંચાઈ વિભાગના કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતોના પાક સુકાઈ રહ્યા અને ખેતી નિષ્ફળ જવાની ભીતિ.

પશુઓ માટે ઘાસચારાની પણ તીવ્ર અછત ઊભી થઈ શકે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે દાંતીવાડા જળાશય યોજનામાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડવા અને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માંગ કરી તેમણે ચેતવણી આપી કે જો બે દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને આમરણ ઉપવાસ કરશે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીએ મુખ્ય કેનાલમાં ભંગાણ થયું જેના રિપેરિંગમાં બે અઠવાડિયાનો સમય લાગ્યો. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ પાણી ચાલુ કરવામાં આવ્યું પરંતુ નવું રિપેરિંગ થયેલું હોવાથી પાણીને રૂટીન થવામાં થોડો સમય લાગે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે અને બે થી ત્રણ દિવસમાં પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ખેડૂતોની માંગ મુજબ તેમને પાણી મળવાનું શરૂ થઈ જશે ખેડૂત દિનેશભાઈએ જણાવ્યું કે અમે આજે અહીંયા કલેકટર ઓફિસ આવેલા છીએ અમારો પાણીનો મોટો પ્રશ્ન.

હવે અમારા અધિકારીઓ જે ઘટ બ્રાન્ચના અધિકારીઓ એવું કહે કે ભાઈ તમારે પાણી 150 થી 10 ક્યુસેક પાણી આવશે હવે અમારી કેપેસીટી 400 ક્યુસેકની. 400 ક્યુસેક પાણી આવે તો અમારા ખેડૂતને પાણી મળે પણ હવે હું તો અધિકારીઓને એ પૂછવા માંગુ છું કે તમે આટલું પાણી ઓછું છોડવાનું કારણ શું? અમને કારણ બતાવો કે ભાઈ તમને શાનો ડર છે? તમને કોઈએ ઉપરથી દબાણ છે કે ભાઈ પાણી ઓછું ખેડૂતોને આપવું અથવા તો તમને તમારી કેનાલ રીપેરીંગ જે કરી છે રિનોવેશન કર્યું એ તૂટી જવાનો ડર અથવા તો બીજી કોઈ પ્રશ્ન એ અમને તમે જણાવો તો અમને ખેડૂતોને ખબર પડે કે ભાઈ અમને પાણી કેમ નથી મળતું અમારો પાક હાલ નિષ્ફળ જઈ રહ્યો તો અમે આજે કલેકટર સાહેબ જોડે આવ્યા છીએ તો અમે આશા લઈને આવ્યા છીએ કલેકટર સાહેબ જોડે કે અમારા ખેડૂતો સાથે ન્યાય થશે એવી માંગણી કરવા માટે અમે આવ્યા છીએ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0