જુનાગઢના પાદરડી ગામે પશુચારો લઇ આવતા ખેડૂતનો પગ લપસ્તા નદીમાં ડૂબ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, જુનાગઢ
માણાવદર તાલુકામાં 60 ઇંચ થી વધુ વરસાદે અનેક ખેતરો મોલાત સાથે નૂકશાની ઉપરથી વેણુડેમ સહિત અનેક ડેમો જુદી જુદી નદીઓના પૂર હોનારતની નુક્શાની થતા હાલ ઘણા ગામોમાં હજી ધાસચારની તંગી ઉદભવી છે મોલાત સારી થશે તો જીવન નિર્વાહ કરશું પરતું તે આશા ઠગારી નીવડી છે. હજારો એકર જમીનો મોલાતો ને નુકસાની છે.

આ પણ વાંચો – સુરત:પૈસાની લેતીદેતીના મામલામાં અદાવત રાખી એક બુટલેગરની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી

પાદરડી ગામે ખેતી કામ તથા પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવતા સંજયભાઈ નાથાભાઈ કેશવાલા (ઉ.વ.38 ) આજે સવારે ગામની નજીક ખેતરેથી પશુઓ માટે પશુ ચારાનો ભારો લઇ સામે કાંઠે ઉભેલ તેમના પત્ની બાળકોને નદી વેણ છે તેમાં થી પશુચારો દેવા આ કાંઠે આવી રહેલ તે દરમિયાન પગ લપશતા નદીમાં પડેલ અને ડૂબી જતા મૃત્યુ પામતા પરિવાર ની નજર સામેજ તણાયા ડૂબ્યા તેથી પરિવાર હતભ્રત થયો હતો. તેની જાણ ડિઝાસ્ટર ટીમ માણાવદર સ્થાનિક ટીમના જાહીર ઠેબા, કુલદિપસિંહ જાડેજા સહિતનાએ મૃતદેહની શોધ ખોળ કરી હતી. આ બનાવથી ગામમાં શોક ફેલાયો છે. મરણ થનારને દિકરો, દિકરી પાંચ થી દશ વર્ષના જ છે જે બાળકોએ પિતાની છત્ર છાંયા ગુમાવી છે.
રીપોર્ટ,તસ્વીર – જીજ્ઞેશ પટેલ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.