દેશમા ત્રણ વિવાદીત ખેતી બીલના વિરોધમાં આંદોલન ચાલી રહ્યુ છે એવામાં કોન્ગ્રેસના રાહુલ ગાંધી પણ સરકાર ઉપર પ્રહાર કરવાનો મોકો છોડતા નથી. રાહુલ ગાંંધીએ આજે તેમના ટ્વીટર હેન્ડલ ઉપરથી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. જેમા તેમને પી.એમ. નરેન્દ્ર મોદીને નીશાન બનાવી તેમને કરેલા વાયદાઓને યાદ કર્યા હતા. સરકાર અને ખેડુતો વચ્ચે 6 દૌરની મીટીંગને ધ્યાનમા રાખી ખેડતોને સરકાર પર ભરોષો નહી મુકે એવુ ટ્વીટમાં જણાવવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધીએ મોદી ઉપર તંજ કસીને જુના વાયદાઓ યાદ કરાવ્યા હતા જે નરેન્દ્ર મોદીએ ભુતકાળમાં ભારતની જનતા સાથે કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ યાદ કરાવી કહ્યુ હતુ કે 15 લાખ રૂપીયા બધાના બેન્કમાં જમા થશે. દર વર્ષે 2 કરોડ રોજગારનુ સર્જન કરવામાં આવશે.
આ સીવાય રાહુલ ગાંધીએ ડીમોનીટાઈઝેશન વખતે દેશને સંબોધન કરતા કહ્યુ હતુ કે, માત્ર 50 દિવસ તકલીફ વેઠી લો એના પછી જો પરીણામ ના મળે તો મને ચોકમાં બોલવી લટકાવી દેજો. પી.એમ.ની આ વાતને યાદ કરી રાહુલ ગાંધીએ 50 દિવસ આપવાની વાત યાદ કરાવી હતી.
કોરોના વાઈરસને ભારત 21 દિવસમાં હરાવી દેશે પી.એમ.ની આ વાતને પણ યાદ કરી હતી. ચીન જ્યારે ભારતની સીમાઓમાં ઘુસ્યુ હતુ ત્યારે પી.એમે. કહ્યુ હતુ કે કોઈ આપણી સરહદોમા પ્રવેશ્યુ નથી કે કોઈ પોસ્ટને કબજે પણ કરી નથી.
રાહુલ ગાંધીએ પી.એમ. નરેન્દ્ર મોદીએ કહેલી તેમની વાતોને યાદ કરાવી તેમને જુઠા દર્શાવ્યા હતા. રાહુલ ગાંધીના આ ટ્વીટમાં કહેવાનો મતલબ હતો કે, પી.એમ. નરેન્દ્ર મોદીએ ભુતકાળમાં સતત જુઠુ બોલ્યા છે, તો આંદોલન કરી રહેલા ખેડુતો તેમના આ જુઠથી ભરેલા ઈતીહાશના કારણે તેમની ઉપર વિશ્વાશ કેવી રીતે મુકી શકે એમ કહી નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા.
તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમ્યાન સરકારે ધ્વની મતથી ત્રણ વિવાદીત કૃષી બીલ પસાર કર્યા હતા. જેના કારણે ખેડુત વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આંદોલનકારી ખેડુતોના જણાવ્યા અનુસાર બીલમાં એમ.એસ.પી.ને નક્કી નથી કરાઈ તથા જો કોઈ કંપની ભાવ આપવામાં આનાકાની કરે છે તો એવી કંપનીઓ વિરૂધ્ધ કલેક્ટર સુધી જ અરજી થઈ શકશે. ખેડુતોનુ એવુ પણ કહેવુ છે કે, આ નવા કાયદો આવવાથી ભવિષ્યમાં એ.પી.એમ.સી. ખતમ થઈ જશે. ખેડુતો આ બીલ પરત ખેંચવાની માંગ સાથે દિલ્લીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. અગાઉ આદોંલનકારી ખેડુતો સાથે સરકાર 5 વખત મંત્રણાઓ કરી ચુકી છે જ્યારે આજે છઠ્ઠી મીટીંગ યોજાઈ રહી છે. ખેડુતો તેમની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે તો એની સામે સરકાર પણ બીલ પરત ખેંચવાના મુડમાં નથી જેથી આ મીટીંગ પણ નીષ્ફળ જાય પુરે પુરી સંભાવનાઓ છે.