મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને આણંદ કલેકટર તરીકે બઢતી મળતાં વિદાય સમારંભ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત ના સદસ્યો દ્વારા યોજાયો વિદાય સમારંભ
જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને શ્રીફળ અને સાકર આપવામાં આવી
કર્તવ્યનિષ્ઠ,હસમુખા સ્વભાવથી જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ નાગરિકોને પ્રેમ મેળવ્યો
જિલ્લા વિકાસ અધિકારી એમ વાય દક્ષિણી ની આણંદ કલેકટર તરીકે થઈ છે બદલી
મહેસાણા જિલ્લામાં ડીડીઓની અનોખી કાર્યપ્રધ્ધતિને પગલે જિલ્લામાં ગ્રામિણ વિકાસ નોંધપાત્ર રહ્યો
———————
જિલ્લા વિકાસ અધિકારી તરીકે મારી સફળતાનું શ્રેય કર્મયોગીઓને ફાળે જાય છે.
– જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી
 મહેસાણા જિલ્લાના નિષ્ઠાવાન જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને જિલ્લા કલેકટર આણંદ તરીકે બઢતી મળતાં જિલ્લા પંચયાતના કર્મયોગીઓ સહિત પદાધિકારીઓનાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીને બઢતી મળતાં જિલ્લા પંચાયતના કર્મયોગીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ દ્વારા વિદાય સમારંભ યોજી તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું
  મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીનો વિદાય સમારંભ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં પોણા ચાર વર્ષના સમયગાળામાં જિલ્લાના નાગરિકો,અધિકારીઓ અને પદાધિકારીઓના સહયોગથી ગ્રામિણ વિકાસ નોંધપાત્ર જોવા મળ્યો છે
જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ ઉમેર્યું હતું કે ફરજ દરમિયાન મહત્વની ઘટનાઓ,કાર્યક્રમો,યોજનાઓ સફળ બનાવવામાં પંચાયતના કર્મયોગીઓ અને અધિકારીઓના ખંત અને મહેનતે ને ફાળે જાય છે.જિલ્લા પંચાયતમાં વિકાસ અધિકારી તરીકે આવ્યા બાદ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓનો સાથ સહકાર મળ્યો છે.
 મહેસાણા જિલ્લા પંચાયતના કર્મયોગીઓ પોતોના મંતવ્યો રજુ કરતાં જણાવ્યું હતું કે દક્ષિણી સાહેબની વિદાય જિલ્લા પંચાયતના દરેક કર્મયોગીને વસમી લાગી છે.જિલ્લા પંચાયતના દરેક કર્મયોગીઓ સાથે આત્મયીતા બંધાઇ છે.જિલ્લા વિકાસ અધિકારી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
 જિલ્લા પંચાયતના કર્મયોગીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનું શ્રીફળ અને શાલ આપી બઢતી સાથે બદલી થતાં શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લા વિકાસ અધિકારીને ઉષ્માપુર્ણ વિદાય આપી પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.