પાલનપુર ખાતે આવેલ સૂરમંદિર થિયેટરમાં આજે ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર એવા હિતેનકુમાર તેમની આજે જ રીલીઝ થયેલ ધુંઆધાર ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તેમના ચાહકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી અને તેઓએ પણ લોકડાઉન બાદ ઘણા સમય પછી તેમની ફિલ્મ આવતા હર્ષની લાગણી અનુભવી હતી.
કોરોનાની મહામારીને કારણે છેલ્લા કેટલાક સમયથી થિયેટરો બંધ હોવાથી લોકો ઘરે બેઠા માત્ર ટીવી અને મોબાઈલ પર જ મનોરંજન મેળવી શકતા હોઈ બોરિંગ થઈ ગયાં હતા. ત્યારે હવે ફરીથી થિયેટર શરૂ થતાં અને આજે ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ એક્ટર હિતેનકુમાર કે જેમની ધુંઆધાર ફિલ્મ આજે જ રીલીઝ થઈ છે. તેઓ આજે પાલનપુર ખાતે આવેલ શિવ મંદિર થિયેટરમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ જણાવ્યું હતુ કે લોકો લોક ડાઉનમાં ઘરે બેઠાં કંટાળી ગયાં હતાં. જોકે હવે થિયેટર શરૂ થતાં લોકોને મનોરંજનનું એક માધ્યમ મળી રહેશે. જેથી લોકો પણ ખુશ છે. તેમની ફિલ્મ વિશે તેઓએ જણાવ્યું હતુ કે આ ફિલ્મ એક ક્રાઈમને લગતી સ્ટોરીને આવરી લઇને બનાવવામાં આવી છે. સાથે સાથે તેઓએ પોતાની આ ફિલ્મ ગુજરાતની દરેક જનતા સુધી પહોંચે અને લોકો જોવે તે માટે પણ અનુરોધ કર્યો હતો.