તાલુકા પંચાયતમાં અરજી આપવા છતાં અન્ય દબાણ દૂર કરવામા ન આવ્યા હોવાના આક્ષેપ
ગામમાં અન્ય જુના રજીસ્ટર પ્રમાણે 10 દબાણ થયેલ છે જે સર્વે બાદ દૂર કરવામાં આવશે : તલાટી
પાલનપુર તાલુકાના સલ્લા ગામે એક વર્ષ અગાઉ પંચાયતની બાજુમાં આવેલ એક વિધવા મહિલાનું મકાન તોડી પડાયું હતું. જ્યાં મહિલાએ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજુઆત કરવા છતાં અન્ય દબાણ દૂર કરવા માંગ કરી હતી.
પાલનપુર તાલુકાના સલ્લા ગામે એક વર્ષ અગાઉ ચુનીબેન રતુજી ઠાકોર નામના વિધવા મહિલાનું મકાન તોડી પડાયું હતું. ત્યારબાદ અવાર નવાર વિધવા મહિલાએ તાલુકા કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાથી વિધવા મહિલાએ ઓનલાઈન ફરિયાદ કરી હતી તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરતા રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ગામમાં અન્ય દબાણ હોવા છતાં માત્ર ગરીબ વિધવા મહિલાનું મકાન તોડી પડાયું છે. આ બાબતે સલ્લા ગામના તલાટી મીનાબેન પરમારે જણાવ્યું કે મહિલાનું મકાન પંચાયતના દરવાજા પાસે હતું તે માટે તોડી પડાયું છે.અને જુના દબાણ રજીસ્ટર પ્રમાણે ગામમાં 10 દબાણ રજીસ્ટર થયેલા છે.જેમનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – આશ્વાસનનો લોલીપોપ : સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી પુરી નહી થતા શિક્ષકોનુ રાજ્યવ્યાપી આંદોલન
ઉલ્લેખનીય છે કે પાલનપુર સલ્લા ગામે વિધવા મહિલા કે જે ગરીબ પરિસ્થિતિમાં હોવા છતાં પણ તેમનું મકાન તોડી પાડી તેઓને ઘરવિહોણા કરી દેવામાં આવ્યાં હતાં. જ્યારે ગામમાં રજિસ્ટર મુજબ 10 જેટલા દબાણ હોવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા તેમની સામે કાર્યવાહીમાં ઢીલી નિતી અપનાવવામાં આવતાં હવે તેમની કામગીરી સામે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગામના અન્ય દબાણો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.