મહેસાણા ના અમીપુરા ગામમાં આવેલ શંકુઝ મેડિસિન હોસ્પિટલની કહેવાતી “પરિવાર જેવી હૂંફની ખાત્રી”નો અનેક વાર દર્દીઓને સારવાર ને કારણે બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની સામે ઘણી વખત ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવી બેદરકારી રાખતી હોસ્પિટલ સામે કોઈ શિક્ષાત્મક પગલાં કેમ ભરતી નથી એવી ચર્ચાએ ચકચાર જગાવી છે. આ હોસ્પિટલમાં એક દર્દીનુ સ્ટાફની બેદરકારીને મોત થવાની ઘટના બનતા મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
ફરીવાર હોસ્પિટલમાં બેદરકારી નો બીજો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ગત રોજ રાત્રે -૧૧/૩૦ કલાકે મહેસાણા તાલુકાના અમીપુરા સ્થિત આવેલ શંકુઝ મેડિસિન હોસ્પિટલમાં બહુચરજીના રમેશચંદ્ર રામનારાયણ દવે નામના દર્દીની ડાયાલિસીસીની છેલ્લા 14 દિવસથી સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન દર્દીનું આકસ્મિક મોત નીપજ્યું હતું.
આ મૃત્યુ પાછળનું કારણ વેન્ટિલેટર બંધ થઈ ગયું હતું એટલે કે હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીથી મોત નીપજ્યું હતું. તેવો આરોપ મૃતકના પુત્ર અને પત્ની દ્વારા કરવામાં આવી રહયો છે. ડાયાલીસીસના દર્દીની છેલ્લા 14 દિવસથી સારવાર ચાલી રહી હતી. જેના ખર્ચનો અંદાજ 4.75 લાખ રૂપિયા જેટલો આપવામાં આવેલ છે.
દર્દીના સગા-સંબધીઓ દ્વારા હોસ્પિટલ ઉપર મુકવામાં આવેલ આરોપ સાથે આક્રોશીત થઈને હોસ્પિટલમાં ઘુસી જતા ધક્કા મુક્કીમાં દરવાજાનો એક કાચ પણ તૂટી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં લાંઘણજ પોલીસ તાબડતોડ હોસ્પિટલે આવી પહોંચી હતી. દર્દીના મૃત્યુ પાછળના કારણ બાબતે હોસ્પિટલના સત્તાવાળાઓને પુછતા પોલીસની હાજરીમાં પણ સ્પટતા કરવા આના-કાની કરી રહ્યા હતા. આ હોસ્પિટલ ખાતે આવા કિસ્સાઓ અનેકવાર બનવા પામે છે.
એટલેજ દર્દીઓ કહી રહ્યા છે કે “પરિવાર જેવી હૂંફની ખાત્રી”આપીને દર્દીઓના સારવારના બિલો વધુ બનાવી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, તેઓ ઉવાચ ઉભો થયો હતો. દર્દીના પરિવાર સાથે વોચમેનો દ્વારા ગેરવર્તણૂક ,અસભ્યતા પૂર્વકનું વર્તન કરવામાં આવતા હોસ્પિટલના સંચાલક સહીત સામે તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવાની માંગ સાથે આક્રોશ ઉભો થયો છે.