કડીની હોસ્પીટલમાં દર્દીને ખોટા બ્લડ ટેસ્ટ સોંપવાનુ આવ્યુ સામે – મશીન ખરાબ કહી ડોક્ટરોએ બતાવી બગલ

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતાજીના મંદિરની પાસે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  કડીના લોકો તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.પરંતુ આ નવી બનાવેલ હોસ્પિટલમાં સુવિધા કરતા પરેશાની વધુ જોવા મળી રહી છે. આ હોસ્પીટલનુ લોકાર્પણ થોડા મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ. પરંતુ અહીના સ્ટાફના કર્મીઓ પાસે ટ્રેઈનીંગ તથા એજ્યુકેશનો અભાવ હોય એમ ખોટા બ્લડ રીપોર્ટ સોંપી દર્દીઓના જીવ જોખમમાં મુકવાની ઘટના સામે આવી છે.
 
કડીમાં રહેતા સ્થાનીક યુવકને તેમની પત્ની સાથે દેત્રોજ રોડ પર  બહુચર માતાના મંદીર પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં તારીખ 2-12-2020 ના રોજ  બ્લડ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. યુવક તેમની પત્ની સાથે આ હોસ્પીટલમાં જઈ બ્લડ રિપોર્ટ કઢાવતાં તેમને “A” પોઝિટિવ બતાવવામાં આવ્યો હતો.  યુવકને પોતાની પત્નીના રિપોર્ટ સંતોષકારક ના લાગતા તે યુવકે તેમની પત્નીનો રિપોર્ટ ફરીથી 24-12-2020 ના રોજ  કડી શહેરમાં આવેલ પ્રાઇવેટ લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તો ત્યાં તેમનો રિપોર્ટ “O”પોઝિટિવ બતાવવામાં આવ્યો હતો જે ખરેખર સાચો હતો.
 
કડીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓની આટલી મોટી બેદરકારી સામે આવી હતી.જો કોઈ દર્દીને તત્કાલ ધોરણે લોહીની જરૂર પડે ત્યારે આવા ખોટા રીપોર્ટ પ્રમાણે દર્દીને લોહી ચડાવવામાં આવે તો જીવ જોખમમાં પડી શકે છે તથા દર્દીનુ મોત થવાની સંભાવના પણ વધી જાય છે. તો આવા ખોટી રીપોર્ટના કારણે કોઈનો જીવ જોખમાય તો જવબાદારી કોની રહેશે એવા સવાલો ઉભા થયા છે.એક તરફ લોકો ડૉક્ટરને ભગવાન સ્વરૂપ માને છે તો બીજી તરફ આવા ડોક્ટરોની ગંભીર બેદરકારીને કારણે લોકોએ જીવ પણ ગુમાવવા પડી શકે એમ છે. કડીના યુવક સાથે થયેલ બેદરકારીતો સમય પહેલા પકડાઈ જતા અજુગતો બનાવ થતો અટકી ગયો પરંતુ સામાન્ય/ગરીબ નાગરીક જ્યારે ડોક્ટરના રીપોર્ટને આંખ બંધી કરી વિશ્વાસમાં કરી લેતા હોય છે એવા દર્દીઓને લોહીનો ખોટો રીપોર્ટ સોપ્યો હોત તો જીવ ગુમાવવા બદલ એક પણ સ્વાસ્થ્ય કર્મી પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર થાત નહી.
 
કડીમાં આવેલ અરોગ્ય વિભાગ ખોટા રિપોર્ટ બનાવનાર હોસ્પિટલ વિરૂધ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનુ રહ્યુ. આ મામલે હેલ્થ સેન્ટરના ડોક્ટર પાસે આવા ખોટા રીપોર્ટ બનાવવા અંગે વાત કરતા હોસ્પીટલના ડોક્ટરોએ મશીનની ખરાબીને આગળ કરી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધા હતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.