નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી ગ્રાહકને છેતર્યા ! વિઝા એજન્સી વિરૂધ્ધ 5.83 કરોડના ઘોટાળાની ફરીયાદ :મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાંં આવેલી એસ.કે.ઈન્ટરનેશનલ વિઝા કન્સલટીંગ એજન્સીના કર્તાધર્તા વિરૂધ્ધ કસ્ટમર પાસેથી કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટ અપાવાન બહાને એડવાન્સમાં પૈસા લઈ છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેેને કસ્ટમરો પાસેથી લીધેલા એડવાન્સ રૂ.6,50,00,000/- માંથી રૂ. 5,83,00,000/-નો ચુનો લગાવ્યાનો આરોપ લાગ્યો છે.

આ મામલાની વિગત એવી છે કે, મહેસાણાના રાધનપુર સર્કલ પરના ક્રીષ્ના કોમ્પલેક્ષમાં આવેલી એસ.કે.ઈન્ટરનેશનલ વિઝા કન્સલટીંગ એજન્સીના સંદિપ જીતેન્દ્રભાઇ કાપડીયા,  અવનિ સંદિપભાઇ કાપડીયાએ જુન 2018 થી જાન્યુઆરી 2020 સુધી  325 કસ્ટમરો પાસેથી કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટ અપાવવાના બહાને રૂ. 6,50,00,000/- એકઠા કર્યા હતા. જેમા તેમને નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી ગ્રાહકોને છેતર્યા હતા. ગ્રાહકોનુ કોઈ ઓનલાઈન ઈન્ટર્વ્યુ ના લીધુ હોવા છતા આ એજન્સીએ ખોટા LMIA લેટર બનાવી ગ્રાહકોને આપી છેતરવાનો પ્રયાસ કર્યો હતો. પંરતુ કેટલાક કસ્ટમરને એજન્સી તેમને છેતરી રહી છે એ મામલાની જાણ થતા તેમને પોતાના એડવાન્સ ભરેલા પૈસા પાછા માંગતા પુરો ભાંડો ફુટ્યો હતો.  

આ પણ વાંચો – ક્લાયન્ટોએ કામગીરી પુરી ના થતા વિઝા એજન્ટનુ કર્યુ અપહરણ

 વિઝા એજન્સી કસ્ટમર પાસેથી એડવાન્સમાં પૈસા લઈ  નકલી LMIA લેટરો,HRSDC લેટરો બનાવી રહ્યા હતા. જેને અસલી તરીકે ઉપયોગ કરી ગ્રાહકોને આપી ગુમરાહ કરી રહ્યા હતા. પરંતુ  કેતનભાઇ પિયુશકાંન્ત દેસાઇ નામના વ્યક્તિને આ બાબતની જાણ થતા તેને એડવાન્સમાં ભરેલા રૂ. રૂ. 41,46,428/- પરત માંગ્યા હતા. જે બાબતે એજન્સીએ નકલી રીફન્ડ કન્ફર્મેશન લેટર રજુ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. જેના આધારે જાણવા મળ્યુ હતુ કે એજન્સી કેનેડાના વિઝા તેમજ વર્કપરમીટ અપાવાન બહાને 325 લોકોના આવી રીતે પૈસા પડાવ્યા હતા. આ એજન્સી વિરૂધ્ધ કુલ 325 ગ્રાહકો પાસેથી 6,50,00,000/-  એકઠા કરી નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી ગ્રાહકોને છેતરી 5,83,00,000/- રૂપીયા પોતાના ખીસ્સામાં ભર્યા હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી. 

જે મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસે એસ.કે.ઈન્ટરનેશનલ વિઝા કન્સલટીંગ એજન્સીના કર્તાધર્તા સંદિપ જીતેન્દ્રભાઇ કાપડીયા,  અવનિ સંદિપભાઇ કાપડીયા વિરૂધ્ધ  406,420,465,467,468,471,120(બી)) તથા આઇ.ટી.એક્ટ કલમ 66સી, 66 ડી મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.