અમેરાકાના એક પ્રતીષ્ઠીત અખબાર વોલ સ્ટ્રીટ જનરલના રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ફેસબુકના ઉચ્ચ અધીકારીને ભાજપના ધારાસભ્ય ટી. રાજા સીંહની પોસ્ટ ઉપર ફેસબુકના હેટ સ્પીચના નીયમોને લાગુ કરવા માટે વિરોધ કર્યો હતો કેમકે તેમને ડર હતો કે આવુ કરવાથી તેમને ભાજપ સાથે સંબધ બગડી શકે છેે.

વોલ સ્ટ્રીટ જનરલના એક રીપોર્ટ મુજબ ભારતમાં ફેસબુકની એક ઉચ્ચ અધીકારી દ્વારા ભાજપના એક નેતા અને હીન્દુ રાષ્ટ્રવાદી ગ્રુપની નફરત ફેલાવતી પોસ્ટને લઈ એના ઉપર ફેસબુકના હેટ સ્પીચ નીયમ લગાવવા ઉપર વિરોધ કર્યો હતો.

ખુલાસો: શ્રેય હોસ્પિટલે 15 કારણો જણાવ્યા છતા AMCએ દબાણ બનાવી કોવિડ કેર સેન્ટર જાહેર કર્યુ હતુ

ફેસબુક ઈન્ડીયાના સ્ટાફના અમુક અધિકારીઓ દ્વારા ભાજપના નેતાઓની ફેસબુક પોસ્ટને હીંસાને ગતી આપનારૂ પકડાયુ છતા પણ ફેસબુક ની મધ્ય દક્ષીણ એશીયાની ઉચ્ચ અધિકારી ડાયરેક્ટ આંખી દાસ દ્વારા તેમનો બચાવ થતો રહ્યો.

વોલ સ્ટ્રીટ જનરલના રીપોર્ટ મુજબ દક્ષીણ અને મધ્ય એશીયાની ડાયરેક્ટર આંખી દાસે ભાજપના નેતા ટી. રાજા સીંહ ના વિરૂધ્ધ હેટ સ્પીચ(નફરત થી ભરેલુ ભાષણ) ના નીયમો લાગુ કરવા ઉપર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેમકે તેને આની પાછળ એ કારણ દર્શાવ્યુ હતુ કે એવુ કરવાથી ફેસબુકનો ભાજપ સાથે સંબધ બગડી શકે છે.

ટી.રાજા. સીંહ તેલગાણાના ભાજપના નેતા છે.  

આંખી દાસે ફેસબુકને જણાવ્યુ હતુ કે જો આપણે ભાજપના આ નેતા વિરૂધ્ધ કાર્યવાહી કરશુ તો આપણી કંપનીના કારોબાર ઉપર અસર થશે, અને નુકશાન થવાની પણ સંભાવના વધી જશે. વધુમાં ભાજપના નેતાઓ દ્વારા મુસ્લીમ ઉપર જાણી જોઈ કોરોના ફેલાવવાનો આરોપ લગાવવાનુ હોય કે,દેશ વિરૂધ્ધ સાજીસ રચવાનો આરોપ હોય કે લવ જીહાદનો મામલો હોય તેના ઉપર વાંરવાર લખવા છતા પણ આંખી દાસની ટીમે તેમના નેતાઓ ઉપર કોઈ કાર્યવાહી કરેલ ન હતી.

ઈલેક્શનમાં ફેસબુક ની મદદ

આ ઉપરાંત વોલ સ્ટ્રીટ જનરલના રીપોર્ટ મુજબ એક ફેસબુકના કર્મચારીએ નામ ના આપવાની શરતે જણાવ્યુ હતુ કે આંખી દાસે ઈલેક્શનમાં પણ અનુકુળ પ્રચાર કરવામાં આવ્યો હતો.

2019 ના લોકસભા ઈલેક્શન દરમ્યાન ફેસબુકે જાહેર કર્યુ હતુ કે એમને પાકીસ્તાનની સેના અને કોન્ગ્રેસ પાર્ટીની અપ્રમાણીત ફેસબુક પેજને હટાવી દીધુ છે, તેની સાથે આંખી દાસના હસ્તક્ષેપથી ભાજપથી જોડાયેલી ફેક ન્યુઝ,અને પેજ પણ હટાવી દેવામાં આવ્યા હતા.

રીપોર્ટમાં આરોપ એવા પણ છે કે ટી.રાજા સીંહ અને અંનત હેગડે ની પોસ્ટને ત્યા સુધી ડીલીટ ન હતી કરી જ્યા સુધી વોલ સ્ટ્રીટ જનરલે તે પોસ્ટ તરફ ઈશારો ન હતો કર્યો.

આંખી દાસે નોંધાંવી ફરીયાદ

વોલ સ્ટ્રીટ જનરલનો એહવાલ જે 14 ઓગસ્ટ ના રોજ પ્રકાશીત થયો હતો તેને લઈ આંખી દાસને ધમકીઓ મળી હોવાનુ જણાવી આજે તેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. તેને આ ફરીયાદ દિલ્લી સાઈબર સેલ પોલીસમાં નોંધાવી છે. પંરતુ મળતી માહીતી અનુસાર દિલ્લી સાઈબર પોલીસે હજુ એફ.આઈ.આર. દાખલ કરી નથી દીલ્લી પોલીસના એક અધિકારીએ જણાવ્યુ છે કે ફરીયાદ મળી ગઈ છે પણ તપાસ કર્યા બાદ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવશે.