નિતીન પટેલના માનીતા મનાતાં કાર્યપાલક ઇજનેરને એક્ષ્ટેન્શન
મહેસાણા આર એન્ડ બી વિભાગમાં રીટાયર્ડ થયેલા કાર્યપાલક ઇજનેર ઉપર અનેક ગેરરિતી આચરવામાં આવી હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠેલી છે. અને કોરોડોનો ભ્રષ્ટાચાર આદર્યો હોવાના આક્ષેપો પણ થયેલા છે પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ કાર્યપાલક ઇજનેર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માનીતા માનવામાં આવી રહ્યા છે. તેઓ પોતાની કામગીરીમાંથી નિવૃત થવા છતાં તેઓએ એક્સ્નટેશન આપીને કરાર આધારિત ફરી નોકરી પર બિરાજમાન કરવામાં આવ્યાં છે. આર એન્ડ બી વિભાગમાં એજન્સીઓને આપવામાં આવતી કામગીરી પોતાની માનીતી એજન્સીઓને જ આપવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ચોમાસાની સીઝનમાં રોડ રસ્તાની સમગ્ર ગુજરાતભરમાં ખખડધજ હાલત થતાં મિડીયામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને આર એન્ડ બી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગતાં આ બાબતે અમદાવાદના એક એજન્સીના માલિકે રોડ રસ્તાની કામગીરી બાબતે જણાવ્યું હતું કે એજન્સીઓને સોંપવામાં આવતી રોડ રસ્તાની કામગીરીમાં ૩૦ ટકા સરકારી બાબુઓને આપવા પડતાં હોવાના કારણે સરકારના નિતી નિયમ મુજબ કામગીરી થતી નથી તો સાથે સાથે જ્યારે બીલો મંજુર કરવવા માટે પણ રકમની લ્હાણી સરકારી બાબુઓને કરવી પડતી હોવાનો એકરાર કર્યો હતો. ત્યારે આવા જ આરોપ અને આક્ષેપો મહેસાણાના કાર્યપાલક ઇજનેર પર લાગી રહ્યા છે.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
સરકારે પ્રાઇવેટ પ્લાન્ટ ઉપરથી રોડ ઉપર ડામર પેચ (ખાડા) વારંવાર કરાવવા છતાં કેમ નીકળી જાય ચે. સરકારશ્રીના આ બાબતે ધારાધોરણ નક્કી કરેલ છે કે કેમ. જાે હોય તો આના માટે જવાબદાર કોણ. છેલ્લા ત્રણ વર્ષમાં ડામરના પેચનો આંકડો જાે તમે તપાસો તો આખા રોડની ડામર સપાટી નવી થઇ જાય તેટલો ખર્ચ કરેલ છે. ૧-૧ ડેપ્યુટી એન્જિનિયર વધુમાં વધુ ર પેવર પ્લાન ઉપર ચેકિંગ બતાવી શકે પરંતુ આ નિતી નિયમો વગર મહેસાણા ડિવિઝનમાં ચાલતા ડામરના કામના પેવર પ્લાન ઉપર એક જ દિવસમાં ૫-૬ કામ ઉપર ચેકિંગ બતાવેલ છે. જે કામની ગુણવત્તા ઉપર અસર થાય છે. જેનું ઉદાહરણ આ ચોમાસાની સીઝનમાં દેખાઇ આવેલ છે. તો શું ડેપ્યુટી એન્જિનીયર સરકારના હિતમાં કામ કરે છે કે પછી પોતાનું હિત જાળવવા અને મોટી કટકી કરવા માટે આવુ આયોજન કાર્યપાલક ઇનજર દ્વારા થતુ હોય તેમ જણાઇ આવે છે. કાર્યપાલક ઇજનેરની મિલકત જેઓ જ્યારથી નોકરી જાેઇન્ટ કરી અને રીટાયર્ડ થયા ત્યાં સુધીની ઇડીએ તપાસ કરવી જોઇએ. પોતાના દિકરાને ડોક્ટર બનાવ્યો મસમોટી હોસ્પિટલો બનાવી, અમદાવાદમાં કરોડો રૂપિયાનો બંગલો, તલોદ અમદાવાદમાં ફેકટરીઓ, બીજાના નામે ભાગીદારીમાં ધંધા તો શું સરકારશ્રીને આ બધુ દેખાતુ નથી.
આ પણ વાંચો – ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ
મહેસાણા વિભાગમાં ઇપીસી ધોરણે જે કામગીરી થાય છે. તે આઇઆરસીના ધારાધોરણ મુજબ થતી નથી. વધુમાં આ કાર્યપાલક ઇજનેર કરાર આધારિત છે. છતાં પણ તેઓને કોન્ટ્રાક્ટરના બીલ પાસ કરવાનો તથા અન્ય નાણાંકિય સત્તા ન હોવા છતાં પણ પોતાના અંગત સ્વાર્થ માટે પણ સત્તાનો દુરઉપયોગ કરે છે. વધુમાં જાણવા મળેલ છે કે, મહેસાણા બાયપાસમાં જમીન વળતરના કેસમાં આ એન્જિનિયર મસમોટી રકમો પાસ કરવા તથા ખેડૂતોને બીલો ચૂકવવામાં ખેડૂતોના હક્કના મળતા નાણાં જલદીથી ચૂકવાય તે માટે ખુબ મોટી કમીશન પણ લીધેલ છે જેના એકાઉન્ટ વિભાગમાં તપાસ થાય તો બહુ મોટુ કૌભાંડ બહાર આવી શકવાની શક્યતાઓ છે. ભૂતકાળમાં (બાવન) ૫૨ લાખનુ કોલ્ડ મિક્સ આસપાલ મટેરીયલ ખરીદેલ હતુ જેનો આર.ટીઆઇ દ્વારા જાણવા મળેલ છે. કે ઇવે બીલની માંગણી કરવા છતાં પણ આ એન્જિનિયર દ્વારા આપવામાં આવેલ નથી. કાર્યપાલક ઇજનેર તથા ડેપ્યુટી ઇજનેર દ્વારા લોગબુકની નકલો પણ આપવામાં આવતી નથી. જાે લોગબુકમાં તપાસવામાં આવે તો આર એન્ડ બી વિભાગનો મોટો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે તો શું નિતીનભાઇ પટેલના માનિતા મહેસાણાના કાર્યપાલક ઇજનેર જે રીટાર્યડ થવા છતાં કેમ એક્સનટેશન આપવામાં આવ્યું તો શું આ ધંધામાં અને ભ્રષ્ટાચારમાં નિતીનભાઇએ નવી ભરતી કરી કોઇ નોકરી વાચ્છુને નોકરી સરકાર આાપી શકતી ન હતી કે પછી જુના ખંધા અને મોટા કમીશનો ખાતા ભ્રષ્ટ અધિકારીઓને સરકાર ક્યાં સુધી છાવરશે? એક આર.ટીઆઇ એક્ટીવિસ્ટ દ્વારા એસીબીમાં આ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરેલ છે જેમાં સરકારના દબાણથી આની તપાસ પણ કરવામાં આવતી નથી અને ભીનું સંકેલી દેવામાં આવ્યું છે. મહેસાણા વિભાગમાં એન.એ પરમીશનના કેસ છેલ્લા બે વર્ષથી મહેસાણામાં નિતી નિયમો વિરુદ્ધ આપી મહેસાણા શહેરની શોભામાં આ અધિકારીએ વધારો કરેલ છે કે કેમ ૨૪ મીટર, સ્મોલ ઇન્ડ્રસ્ટ્રીઝને મળવાપાત્ર પરમીશન આવા અધિકારીઓ પોતાના અંગત ફાયદા સારુ ૨૪ મીટરે કોમર્શિયલ શોપીંગની પરમીશન આપે છે. મહેસાણા જિલ્લામાં પેવર કામ કરતી એજન્સીઓ અમદાવાદ મહા નગરપાલિકાએ હાઇકોર્ટના હુકમથી બ્લેક લીસ્ટમાં મુકેલ હતી છતાં પણ એજ બ્લેકલીસ્ટ વાળી એજન્સીઓને મહેસાણા જિલ્લાના વિકાસ માટે કે અધોગતિ કરવા માટે વર્ક ઓર્ડરો આપવામાં આવેલ છે. જેમના કામની તપાસ કરતાં ગુણવત્તા કેટલી છે તે જણાઇ આવે છે.