ગુજરાતના પાડોશી રાજ્યમાંથી રૂપિયા લઈ ડિગ્રી આપતી કોલેજાેનો પર્દાફાશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અમદાવાદ:  રૂપિયા લઈ ઘરે બેઠા ડિગ્રી આપતી કોલેજાેનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગુજરાત બહારની ચાર કોલેજના નામ સામે આવ્યા છે. જેના પગલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ચારેય કોલેજને બ્લેકલીસ્ટ કરી દીધી છે. ગુજરાતના કેટલાક લોકોએ આ પ્રકારની ઘરે બેઠા ડિગ્રી લીધી હોવાનું સામે આવતા આવા લોકો સામે પણ સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં પણ આવું કોઈ રેકેટ કોઈ કોલેજ ચલાવે છે કે કેમ, તે દિશામાં ફાર્મસી કાઉન્સિલ તપાસ કરી રહી છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચાર કોલેજને બ્લેક લિસ્ટ કરાઈ છે. બ્લેક લિસ્ટ કરેલી ચાર કોલેજની ડિગ્રી હશે તો હવે ફાર્મસીનુ લાઇસન્સ નહી મળે. બ્લેક લિસ્ટ કરવામાં આવેલી તમામ કોલેજ રાજેસ્થાન અને પંજાબની છે. ગુજરાતના કેટલાક મોટી ઉંમરના લોકો રાજસ્થાન અને પંજાબની કોલેજાે પાસેથી પૈસાના જાેરે ડિગ્રી લઈ આવ્યા હતાં. જેને લઈને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ક્રોસ વેરીફીકેશન થતા ઘરે બેઠા ડિગ્રી લીધી હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલએ જણાવ્યું કે, ઉદયપુરની પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી રાજસ્થાન, પેસિફિક કોલેજ ઓફ ફાર્મસી, ઉદયપુર, નુરી કોલેજ ઓફ ફાર્મસી સામે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી છે. આ ચાર કોલેજ સામે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલને બોગ્સ ડિગ્રી આપતા હોવાની જાણ થઈ હતી.જે આધારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ ચાર કોલેજ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮થી ત્રણ વર્ષ સુધી ચાલેલા કેસમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલને સફળતા મળી છે. મહત્વનું છે કે, હાલ તો સીઆઇડી ક્રાઇમની આ તપાસમાં કોલેજાે નામ તો સામે આવ્યા છે સાથે સાથે ગુજરાતમાંથી ઘરેબેઠા ફાર્મસીની ડિગ્રી લેનાર લોકો સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.