પાણીદાર બનાસ બનાવવાનું આયોજન થકી દિયોદર ના ભેંસાણા ગામે તળાવ ઉંડું કરવા માટે ખાત મુહૂર્ત કરાયું

શેર કરવા અહીં ક્લિક કરો.
બનાસકાંઠા ને હરિયાળું બનાસ ,પાણીદાર બનાસ બનાવવા માટે બનાસ ડેરી ના ચેરમેન અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરી જળસંચય યોજના હેઠળ આજ રોજ દિયોદર વિભાગના ડિરેકટર ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતમાં દિયોદર તાલુકા ના ભેંસાણા ગામે તળાવ ઉંડું કરવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં પાણી ના તળ ઉંડા ગયા છે જેમાં આગામી સમયે જળસંચય યોજના હેઠળ પાણી ના તળ ઉંચા આવે તે માટે તળાવ ઊંડા કરવા બનાસડેરી દ્વારા અભિયાન શરૂ કર્યું છે જેમાં આજે ખાત મુહૂર્ત કરી ભેંસાણા ગામનું મુખ્ય તળાવ ઊંડું કરવા શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે શાસ્ત્રી ચંદ્રકાન્તભાઈ દવે દ્વારા વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભેંસાણા દૂધ મંડળી ના ચેરમેન દેવાભાઈ ભુરિયા,સરપંચ જયરામભાઈ પટેલ,મંત્રી બાબુભાઇ દેસાઈ,તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ મંત્રી પરાગભાઈ જોષી, આગેવાન મફતલાલ પટેલ,તાલુકા ભાજપ મંત્રી તલસાભાઈ પટેલ,સવજીભાઈ ચૌધરી,પૂર્વ ડેલીકેટ ઘનાભાઈ ઠક્કર,કાનજીભાઈ સુથાર, હમીરભાઈ દેસાઈ, ભીખાભાઇ દેસાઈ, ભૂરાભાઈ ઠાકોર, હકમાભાઈ પટેલ,જેઠાભાઈ પટેલ,જેઠાભાઈ પંચાલ,ડેપ્યુટી સરપંચ નાગજીભાઈ, બનાસડેરી વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ,બનાસડેરી સુપરવાઇઝર,કોન્ટાકટર સુરેશભાઈ પટેલ સહિત દૂધ મંડળી સ્ટાફ ઉપસ્થિત રહી તળાવ ઊંડું કરવા માટે શ્રીગણેશ કર્યા હતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.