જ્યદીપ દરજી -ખેડા
કઠલાલ ના સોમનાથ મહાદેવ મંદિર ના પટાંગણમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કઠલાલ તાલુકા સયોજકો દ્વારા ભારત માતાના મંદિર નૂ ખાત મુહૂર્ત કરવા માં આવ્યું જેમાં કઠલાલ ભાજપ શહેર પ્રમુખ-ગોપાલભાઈ પટેલ , જિલ્લા સહ વાલી નિલેશભાઈ પટેલ, ભાટેરા સરપંચ રાજુભાઇ પટેલ, કણીયેલ સરપંચ ચીમનભાઈ સો.પરમાર, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના ભવાનસિંહ ઝાલા ,જનક પરમાર, હર્ષ શર્મા તેમજ રાષ્ટ્રીય હિંદુ યુવા વાહીની ના નિરંજન રાવ, રિતેશ પટેલ ,વીએચપી ધર્મ પ્રસાર ના અર્પિત ગોર તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભારત માતા મંદિર નું ખાત મુહુર્ત અને પૂજન કરવામાં આવ્યું હતું. જિગર ઇનામદાર પ્રેરણાથી અને જિલ્લા સયોજક પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ તાલુકા દીઠ ભારત માતાનું મંદિર બનાવવાનું શરૂ કરવાંમાં આવ્યું છે જેને લઈને ઉત્સાહ જોવાં મળી રહ્યો છે