યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો હતો ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના અધિકારીગણ સવારે અંબાજી હાઇસ્કુલ અને અંબાજી કન્યાશાળામાં આવી બોર્ડની પરિક્ષા આપતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને મોહનથાળ પ્રસાદ ખવડાવી શાળાના પરિસરમાં આમંત્રિત કર્યા હતા આજે મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા પોલીસનો પણ ભારે બંદોબસ્ત જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના આર.કે મેવાડા સવજીભાઈ પ્રજાપતિ ગિરીશભાઈ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અંબાજી કન્યાશાળાના આચાર્ય મયુરીબેન પટેલ અને અંબાજી હાઇસ્કૂલના આચાર્ય શૈલેન્દ્રસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા.