ક્ષત્રિય સંકલન સમિતિના દરેક સભ્ય પોતાના સ્ટેન્ડ પર કાયમ, અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાય

April 23, 2024

ક્ષત્રિયોને મનાવવા ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ સતત બેઠક કરી રહ્યું છે

છેલ્લા મહિનાથી રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કાર્યક્રમમો યોજાઈ રહ્યા છે. ભાજપ આ મામલાને ઉકેલવા માગે છે

ગરવી તાકાત, મહેસાણા તા. 23 –  ક્ષત્રિયોને મનાવવા ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ સતત બેઠક કરી રહ્યું છે. ત્યારે આ વચ્ચે સંકલન સમિતિના કેટલાક સભ્યો ભાજપમાં જવાના સમાચાર વહેતા થયા હતા. ત્યારે હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી છે કે, આ વાત ખોટી છે, અને સંકલન સમિતિના સભ્યો ભાજપમાં નહિ જોડાય.

 

ક્ષત્રિયોને મનાવવા ભાજપ તમામ પ્રયાસ કરી રહ્યું છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ સતત બેઠક કરી રહ્યું છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાને સમિતિના સભ્યો જોવા મળ્યા હતા. સંકલન સમિતિના બે સભ્યોએ મંત્રી નિવાસસ્થાને બેઠક કરી હતી. સવારે સાડા છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી બેઠક કરી હતી.

છેલ્લા મહિનાથી રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કાર્યક્રમમો યોજાઈ રહ્યા છે. ભાજપ આ મામલાને ઉકેલવા માગે છે. ત્યારે આ વચ્ચે સંકલન સમિતિના સભ્યોની ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આ સમાચાર અંગે ક્ષત્રિય સંકલન સમિતિના યુવા પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંકલન સમિતિના દરેક સભ્ય પોતાના સ્ટેન્ડ પર કાયમ છે, ભાજપમા જોડાવાની કોઇ વાત નથી. આજે 4 સંકલન સમિતિ ગોતા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ભાજપનું મિશન ક્ષત્રિય – ક્ષત્રિયોએ જે રીતે તલવાર તાણીને આંદોલનની જાહેરાત કરી છે, તો ભાજપ વિરોધી મતદાન કરવા પણ આહવાન કર્યું છે. આ જોતા તે ગુજરાત ભાજપને લોકસભાની ચૂંટણીમાં નડે એ સો ટકા સાચી વાત હતી. તેથી ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવાની શરૂઆત કરી છે. બે દિવસથી ભાજપના દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્રમા ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રભારી રત્નાકરે બે દિવસમાં પાંચ વિધનાસભા બેઠકો પર ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક કરીને તેમને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. તો બીજી તરફ, ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કચ્છમાં માતાના દરબાર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કર્યા હતા.

ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, પરતોત્તમ રૂપાલાને ટીકીટ પરત ખેંચી લેવા અમે સમય આપ્યો હતો. પરંતુ રૂપાલા ચૂંટણી લડવાના છે તે હવે ફાઇનલ થઈ ગયું છે. તમારે જે કરવું હોય તે કરી લેજો હું તો લડવાનો જ છું આવું રૂપાલા કહેવા માંગે છે. હવે અમારું આ ધર્મયુદ્ધ શરૂ થયું છે. અમારા ઘરના ચૂલા સુધી હવે પહોંચી ગયા છે. 18-18 વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે. દરેક તાલુકા અને વોર્ડ પ્રમાણે પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0