માર્ગોનાં કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિને પગલે ચોમાસાની ઋતુ દરમિયાન પોલ છતી થઈ 

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુરમાં જાહેર માર્ગોના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારને પગલે ચોમાસાની ઋતુ દરમિયાન આ રસ્તાના કામોની પોલ છતી થઇ જવા પામતી હોય છે. તેમાં પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પણ માર્ગો પર ગાબડા પડી જતાં ભ્રષ્ટાચારની પોલ છતી થઇ જવા પામી છે.

પાલનપુર શહેરમાં રસ્તાના કામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિને પગલે મોટાભાગના માર્ગો ચોમાસાની ઋતુમાં તૂટી જતા હોય છે અને કેટલાક તો તાજેતરમાં બનાવેલ હોવા છતાં પણ ગાબડા પડી જતા હોય છે. ચાલુ વર્ષે પણ શહેરમાં વિવિધ સ્થળે રસ્તાઓના કામો કરવામાં આવ્યા હતા પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય વરસાદમાં જ કેટલાક સ્થળે રસ્તા તૂટી ગયા છે. તો કેટલાક સ્થળે તો ભુવા પડી ગયા હોય વાહન ચાલકોને પસાર થતી વખતે સતત અકસ્માતનો ભય સતાવતો હોય છે ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરવામાં આવે તો અને શહેરમાં બનાવવામાં આવેલા માર્ગો અંગે માહિતી માંગવામાં આવે તો વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા બનાસકાંઠા