વડગામ તાલુકાના લોકોને કોરોના મહામારીમાં જે પરિસ્થિતિનો સામનો કરેલ છે. એવી પરિસ્થિતિનો સામનો ફરીથી ના કરવો પડે અને ઓક્સિજનની અછતના કારણે કોઈના મૃત્યુ ના થાય તે માટે થઈ વડગામ ધારાસભ્ય પોતે વડગામ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મોહિમ ઉપાડી હતી. જેને કારણે જીજ્ઞેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલા ભાજપના તાલુકાના નેતાઓ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી પક્ષ વિપક્ષના તાલુકા સદસ્યોને વિશ્ર્વાસમાં લઈ તમામ તાલુકા સદસ્યો ની 2021-22 ની વિકાસની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી હતી જેની સત્તાવાર રીતે ગતરોજ મંજૂરી મળી હતી.
ઘોડા છુટી ગયા બાદ તબેલે તાળા મારવા દોડેલા ભાજપના નેતાઓ સોશીયલ ડિસ્ટન્સ ભૂલ્યા
આજરોજ વડગામ ખાતે આવેલ સી.એસ.સી માં ઓક્સિજન પ્લાન્ટ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં અગાઉ તાલુકા પંચાયતમાં કોગ્રેસ ભાજપના તાલુકા ડેલીગેટ દ્વારા મળેલ સામાન્ય સભામાં નાણાપંચની ગ્રાન્ટમાંથી કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના ડેલિકેટ દ્વારા સર્વાનુમતે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે રજૂઆત તેમજ મંજૂરી મેળવી હતી. જેની ગતરોજ સત્તાવાર રીતે મંજૂરી મળેલ હોય જેથી આજ રોજ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સૂત્ર દો ગજ કી દુરી માસ્ક હૈ જરૂરી ને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ દ્વારા ખુલ્લેઆમ લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા. તાલુકા પ્રમુખ પોતે બિમાર હાલતમાં હોય તેમ છતાં સ્થળ પર હાજર રહ્યા હતા તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ.
સુફીયાણી વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સોસીયલ મિડિયામાં પોતાના એકલા હાથે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરાવ્યો હોવાના પોકળ દાવા કર્યા હતા. જો લગ્નમાં પણ પરમિશન લેવી પડતી હોય તો આટલી બધી ભીડ એકત્રિત કરવાની પરમિશન લીધી હતી કે કેમ ? અને આ પરમિશન આપી કોણે ? ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટ માટે મોહીમ હાથ ધરી હતી પરંતુ જીગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગડમથલ કરી તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ મંજુર કરવાની કામગીરી હાથ ધરી હતી અને ખોટો જસ ખાટવા માટે વડગામ ખાતે ટોળે ટોળા એકત્રિત કર્યા હતા. જેમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.