ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી તત્વ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મોડાસા એસ.ઓ.જી ટીમ દ્વારા વિશ્વ એન્ટ્રી ડ્રગ ડે ની ઉજવણી કરવામાં આવી વિશ્વમાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે દેશનું યુવાધન પણ ધીરે ધીરે આધુનિકતાના નામે ડ્રગના નશામાં ધકેલાઈ બરબાદીના પંથે ધકેલાતા યુવાધનને બચાવવા ૨૬ મી જૂન ને વિશ્વ એન્ટ્રી ડ્રગ ડે ની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી પોલીસ પી.એસ.આઇ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોડાસા શહેરની જાણીતી તથા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળી એન્ટ્રી ડ્રગ ડેની ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા સોશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોડાસાની તથા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ડ્રગ એટલે કે માદક દ્રવ્યોના સેવનથી દૂર રાખવા સેમિનાર યોજાયો હતો જેમાં એસ.ઓ.જી. ના પી.એસ.આઇ પી આર જાડેજા સાહેબ સહિતની તેમની ટીમ દ્વારા ડિપ્લોમા તેમજ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ના વિદ્યાર્થીઓને માદક પદાર્થોનું સેવન ન કરવા અંગે સુચનાઓ અને તેના સેવનથી થતા નુકસાન અંગેની જાણકારી આપવામાં આવી હતી યુવાનોએ આ પ્રકારના નશા ના રવાડે ચડી જીવનનો ભોગ ન બને અને તેનાથી દૂર રહે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એન.ડી.પી.એસ. એકટ ના કાયદા અંગે વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી

Contribute Your Support by Sharing this News: