— વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે :
— તારીખ.૨૧/૦૬/૨૦૨૨ ને મંગળવારના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી :
ગરવી તાકાત મહેસાણા : આજે21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ..વડાપ્રધાન મોદી દ્વારા ભારત ના યોગ ને વિશ્વમાં ઓળખ અપાવી છે.અને આજે સમગ્ર વિશ્વ યોગ નું મહત્વ સમજતું અને સ્વીકારતું થયું છે.ત્યારે આજે વડાપ્રધાન ના સૂચન મુજબ યોગ ફોર હ્યુમિનિટી થીમ ઉપર સમગ્ર દેશમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આજે પી એમ મોદી ના માદરે વતનમાં ઉત્સાહ ભેર યોગ દિવસ ની ઉજવણી થઈ હતી.જેમાં નગરજનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
વડનગરમા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણી વડનગર જવાહર નવોદય વિદ્યાલયના એમ. પી હોલ ખાતે સવારે ૫-૩૦ કલાકે રાખવામાં આવેલ હોઈ ત્યારે ઉપસ્થિત વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી. પ્રમુખ જાગૃતિ બહેન.ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા પોલિસી એન્ડ રિસર્ચ ના મેમ્બર હિરલ બહેન દેસાઈ. ઉપ પ્રમુખ કાનજી ભાઈ. મહેસાણા જિલ્લા BJP ઉપ પ્રમુખ સુનીલ મહેતા , જિલ્લાના,શહેર સંગઠનના હોદ્દેદારો, યોગ કાર્યક્રમ ના સંયોજક અને સહ સંયોજક, નગરપાલિકા ના તમામ સદસ્યો, પી આઈ બી એમ પટેલ સહિત પોલિસ સ્ટાફ સાથે શાળાના વિદ્યાર્થીઓ સહિત મોરચાના હોદેદારો, શક્તિ કેન્દ્ર ના ઈનચાર્જ, પ્રભારીશ્રીઓ,બુથ ના પ્રમુખો, સભ્યો,પેજ સમિતિ ના સભ્યો અને નગરજનોને કાર્યક્રમમાં સમયસર હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.
આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી ભારતભરમાં કરવા માં આવી અને દેશ માં ઐતિહાસિક ધરોહર સમાન 75 આઇકોન સ્થળો ઉપર વિશેષ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી છે..જેમાં ગુજરાત માંથી 4 આઇકોન સ્થળો માં મહેસાણા જિલ્લા ના વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ને આઇકોન સ્થળ માં પસંદગી થઈ હતી..
આથી મોઢેરા સૂર્યમંદિર ના સાંનિધ્ય માં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ની ઉપસ્થિતિ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે..5000 થી વધુ લોકો એ સૂર્યમંદિર ના સાંનિધ્ય માં યોગ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો છે,,તો વળી મહેસાણા જિલ્લા માં કુલ 2,638 સ્થળો એ 5.5 લાખ થી વધુ લોકો એ યોગ કર્યા છે..દૂધસાગર ડેરી અને એનડીડીબી ના ઉપક્રમે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી છે..
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર