રાજકોટઃ સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને અભ્યાસને લઇને ઠપકો આપતા હોય છે. પરંતુ ક્યારેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાના ઠપકાનું મન ઉપર લઇને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા 11માં ધોરણની વિદ્યાર્થિનીએ પોતાની જાત જલાવી હતી. ગંભીર રીતે દાઝી જવાથી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના સરધાર ગામમાં કિરણ નામની વિદ્યાર્થિની પરિવાર સાથે રહે છે. કિરણ 11માં ધોરણમાંઅભ્યાસ કરે છે. આ દરમિયાન કિરણની માતાએ તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહ્યું હતું. જેના કારણે તેને ખોટું લાગ્યું હતું. માતાની વાતને મન ઉપર લઇને કિરણે આજે ગુરુવારે પોતાના ઘરે રૂમમાં શરીર ઉપર કેરોસિન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી.

જેના પગલે કિરણ ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ વાતની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને તેને સારવાર માટે લઇ જવામાં આવી હતી. જોકે, કિરણને સારવાર મળે તે પહેલા જ કરણે દમ તોડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે પરિવારજનોના નિવેદનો લઇને આગળની કાર્યવાહી હાથધરી હતી.

Contribute Your Support by Sharing this News: