મહેસાણા શહેરમાં નીચા ભાટવાડામાં એક શખ્સે અગમ્ય કારણોસર એક બાઈકને આગ ચાંપી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા શહેરમાં આવેલા ઉંચી શેરી પાસે નીચા ભાટવાડા વિસ્તારમાં ગત સોમવારે મોડી રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર અંધારાનો ફાયદો ઉઠાવી એક ઘરની બહાર પડેલા બાઈકને આગ ચાંપી દીધી હતી. બાદમાં બાઈકના માલિકને જાણ થતાં એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી

મહેસાણામાં નીચા ભાટવાડામાં રહેતા હિતેશ કાલીચરણ ગુપ્તાનું બાઈક તેમણે પોતાના મકાન બહાર પાર્ક કર્યું હતું. જેમાં ગત સોમવારની રાત્રે 1.30 કલાકે તેમના પડોશીએ બાઈકમાં આગ લાગી હોવાની જાણ કરી હતી

બાદમાં રાત્રે પાણી છાંટી આગ બુઝાવીને ઘરમાં લાગેલા સીસીટીવી ચેક કરતા શખ્સ સુથારના માઢની સામે રહેતો ટીનો દશરથ ભાઈ બારોટ હોવાનું સામે આવ્યું હતું. તેથી હિતેશ ગુપ્તાએ ટીનાના પિતાને જાણ કરતા તેમણે જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. બાદમાં હિતેશ ગુપ્તાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે અરજી લઇ વધુ તપાસ હાથ ધરી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.