ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લાના બેચરજીમાં યુરિયા ખાતરના વેચાણમાં કાળો કારોબાર થતો હોવાનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. નિયત કિંમત કરતા વધુ રૂપિયા વસુલ કરતા હોવાનું વીડિઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ અંગે વેપારીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતને 370ની બોરી સાથે 30 રૂપિયાનું પેકેટ આપીએ છીએ
બેચરાજીના દયાનંદ કોમ્પલેક્ષમાં આવેલી ઉમિયા ફર્ટિલાઈન નામની દુકાનમાં યુરિયા ખાતરના વેચાણમાં કાળો કારોબાર થતો હોવાનો વીડિઓ હાલમાં ફરતો થયો છે. ખાતર લેવા વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળતી હોય છે, જેમાં ખાતરના વિક્રેતા દ્વારા યુરિયા ખાતરની 45 કિલોની એક થેલીના નિયન ભાવ 270ની જગ્યાએ 300 રૂપિયા લેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે
એક જાગૃત નાગરિકે સમગ્ર મામલે વીડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ કરતા ખાતરના વેપારીઓએ ખાતરનું વેચાણ બંધ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ ખેડૂતોને દુકાનદારો જે બિલ આપે છે, એ બીલમાં પણ ભાવના બદલે માત્ર બે થેલી યુરિયા ખાતર લખીને આપી દેતા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં એક કટ્ટા દિઠ રૂ. 30 વસુલવામાં આવતા હોવાની વિગતો બહાર આવતા ખેડૂતો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે વેપારી ભાઈલાલ ભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, 270 રૂપિયાની યુરિયાની બેગ હતી અને 30 રૂપિયાનું ઘેમેસિયનનું એક પેકેટ અમે ખેડૂતોને આપતા હતા. જેમાં જે ખેડૂતને ખાતર સાથે પેકેટ લેવું હોય તેને અમે જાણ કરીને આપતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, આવું દરેક જગ્યા પર ચાલે છે અને ખેડૂતોને સમજવામાં ભૂલ થઈ છે તેમજ 30 રૂપિયાનું ઘેમેશિયનનું પેકેટ ખેડૂતોલે એના માટે અમે ભલામણ કરતા હોઈએ છીએ જેથી જે ખેડૂત પેકેટ લે તો 30 રૂપિયા પેકેટના અને 270 રૂપિયા ખાતરના મળીને કુલ 300 રૂપિયા અમે લેતા હતા. 30 રૂપિયાનું પેકેટ લેવું જરૂરી નથી પણ ખાતર જોડે જેને લેવું હોય એને અમે આપીએ છીએ