દાંતા પાણી પુરવઠા કચેરીમા ઓફિસ મા ચાલતી ધુપ્પલબાજી

સરકારી ખાતાઓમાં અનેક કર્મચારીઓ એવા હોય છે જે આખો દિવસ જેમ તેમ કરી 6.30 વગાડી દેતા હોય છે. આવા કર્મચારીઓના કારણે  સરકારી વિભાગના કચેરીઓમાં કામગીરીનુ ભારણ વધતુ જાય છે. આવા કર્મચારીઓ દાંતા તાલુકાના પાણી પુરવઠા વિભાગની કચેરીમાં નજરે પડ્યા છે. જેમા કારકુન અને ઓપરેટરો ભેગા મળી કોમ્પ્યુટર ઉપર પત્તા રમી રહ્યા છે. કેમેરામાં આવા કર્મચારીઓ પત્તા રમતા કેદ થતા સ્થાનીકોમાં માંગ ઉઠી છે કે આવા કર્મચારીઓ વિરૂધ્ધ કડક પગલા ભરવા જોઈયે.સરકારી વિભાગના આવા કર્મચારીઓને છુટા કરી સારા ઈમાનદાર સ્ટાફની ભરતી થવી જોઈયે. 

આ પણ વાંચો – એહમદ પટેલનુ 71 વર્ષે નીધન, ભાજપે બળવંતસીંહ રાજપુતને નોમીનેટ ના કર્યા હોત તો….

આવા કર્મચારીઓ પત્તા રમી,આમ તેમ ફરી ફરજનો સમય વેડફી સરકારના નાણાનો વ્યય કરી રહ્વા હોવાથી તેમની વિરૂધ્ધ કડક પગલાની માંગ ઉઠી છે. સરકારી તંત્ર કોરોના કાળમાં માસ્ક ન પહેરવા ઉપર પણ મોટો દંડ ફટકારતુ હોય છે. પરંતુ પોતાની ફરજમાં બેદરકારી રાખવા વાળા કર્મચારીઓ વિરૂધ્ધ પગલા ક્યારે ભરશે એવી ફરિયાદો થઈ રહી છે. જેથી મામલતદાર કક્ષાએથી આવા કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે.
Contribute Your Support by Sharing this News: