અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના અઢી વર્ષના કાર્યકાળ બાદ આજરોજ ફરીથી નવા ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જે ખૂબ જ સારી રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેમાં ગ્રામ પંચાયતના કુલ બાર સભ્યો તથા સરપંચમાંથી ૧૧ સભ્યો અને એક સરપંચની હાજરીમાં બિનહરીફ રીતે જીવણજી મલાજી ઠાકોરને ફૂલમાળા પહેરાવીને તેઓને ડેપ્યુટી સરપંચનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. જેમાં અમીરગઢ નાયબ ચીટનીસ વિકાસ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જે.ડી.રાવલ તથા તલાટી કમ મંત્રી ગુલાબસિંહ સોલંકી તથા સભ્યો અને સરપંચની હાજરીમાં બિનહરીફ વરણી કરીને કાર્યભાર સોપવામાં આવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: