કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશની સુરક્ષા સ્થિતિની સમીક્ષા બેઠક કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેશમાં પ્રવર્તમાન ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, કેન્દ્રીય અર્ધલશ્કરી સશસ્ત્ર દળો તેમજ મહેસૂલ અને નાણાકીય ગુપ્તચર એજન્સીઓના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો તાલમેલ હોવો જાેઈએ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર અરવિંદ કુમાર, દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને અન્ય ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો

મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં આતંકવાદ અને આતંકવાદી જૂથોના સતત જાેખમો, આતંકવાદ માટે ભંડોળ, નાર્કો આતંકવાદ, સંગઠિત અપરાધ- આતંકવાદનું જાેડાણ, સાયબર સ્પેસનો ગેરકાયદેસર ઉપયોગ, વિદેશી આતંકવાદી લડવૈયાઓની હિલચાલ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીને દેશની તાજેતરની સુરક્ષા સ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી

કેન્દ્રીય ગૃહ પ્રધાને તમામ ગુપ્તચર અને સુરક્ષા દળોના વડાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોના પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો હતો કે આતંકવાદ અને સંગઠિત અપરાધનો સામનો કરવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારો સંકલન હોવો જાેઈએ અને આ માટે , દરેક વ્યક્તિએ એક થઈને કામ કરવું જાેઈએ, મંત્રાલયનું માનવું હતું કે દરેકની વચ્ચે જેટલો બહેતર સંકલન હશે, તેટલું જ આવા જાેખમોનો સામનો કરવાનું વધુ સરળ બનશે.

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.