નાર્કોટિક્સના કેસમાં સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુરની સબજેલમાં કેદ છે 
બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. પાલનપુરની સબજેલમાં તેઓ નાર્કોટિક્સના કેસમાં કેદ છે. જેઓને આજે મેડિકલ ચેકઅપ માટે પાલનપુર સિવિલમાં લવાયા હતા. 
બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નાર્કોટિક્સ કેસમાં પાલનપુરની સબજેલમાં કેદની સજા ભોગવી રહ્યા છે. ઇ.સ.૧૯૯૮ મા તત્કાલિન એસપી સંજીવ ભટ્ટે રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટો કેસ કર્યો હોવાનું અને હમણા જ ૧૯૯૦ ના જામ જોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મામલે તેઓ પાલનપુરની સબ જેલમાં કેદ છે. જેઓને આજે સબજેલમાંથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.  

Contribute Your Support by Sharing this News: