કડી નંદાસણ રોડ ઉપર પસાર થઈ રહેલી ટ્રક નો ડ્રાયવર લૂંટાયો ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરીયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

કડીના નંદાસણ ગામ પાસેથી પસાર થતી ટ્રક નો પીછો કરી રહેલી નંબર પ્લેટ વગર ની કાર માંથી બે ઈસમો ઉતરી ટ્રક ને અટકાવી લોન ભરેલ નથી કહીને ટ્રક ડ્રાયવર ને ચપ્પુ બતાવી લાયન્સ મોબાઈલ તેમજ રોકડા રૂપિયા પડાવી ને લુંટ કરી કાર લઈને ફરાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે તાલુકા માં લુંટ ચોરી દારૂ જુગાર જેવા વધતા ગુનાઓ ના કારણે તાલુકામાં રહેતા લોકો માં સતત ભય નો માહોલ જન્મ્યો છે જોકે જીલ્લા અધિક્ષક દ્વારા કડક રીતે કામગીરી હોવા છતાં ગુનાઓ નો ગ્રાફ તાલુકા માં અટક્યો નથી જેથી તાલુકામાં પોલીસ નું સઘન પેટ્રોલીંગ જરૂરી બન્યું છે આ અંગેની મળતી માહીતી મુજબ નંદાસણ હાઇવે ઉપરથી સાંજના સાત કલાકે ટ્રક નંબર આરજે ૦૭ ૭૧૯૯ લઈને ટ્રક ડ્રાયવર દેવકીશન તેમજ કંડકટર  પસાર થઈ રહયા હતા તે દરમ્યાન ટ્રક પાછળ એક સ્વીફ્ટ કાર પીછો કરી ટ્રક ને રોકી કાર માંથી બે ઈસમો ઉતરીને તમારા વાહન ની લોન બાકી છે તેમ કહીને ચપ્પુ વડે ઘા કરીને ઇજા પોહચાડી ને લાયન્સ તેમજ મોબાઈલ સાથે ૩૦૫૦૦/- ની લુંટ કરી ફરાર અજાણ્યા ઈસમો રેન્ચો સહિત બે સામે હુમલો તેમજ લુંટ ની ફરીયાદ દેવકીશન ટીકુરામ કુલડીયા દ્વારા પોલીસ મથકે નોંધાવી છે

 તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.