ગરવી તાકાત

સોશીયલ મીડીયા દ્વારા જાણવા મળી રહ્યુ છે કે, એકતા કપૂર ઘણીવાર પોતાની ફિલ્મસ અને પ્રોગ્રામો થી ટીવી અને બોલિવૂડની દુનિયામાં ઘણી સુર્ખીઓ બનાવે છે અને પૈસા પણ સારા એવા કમાઈ લે છે. હવે એકતા કપુર ટૂંક સમયમાં બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર અને કોંકણા સેન સાથે એક ફિલ્મ ‘”ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સીતારે”  દર્શકોને આપવા જઈ રહી છે. તેની ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે એવુ માનવામાં આવી રહ્યુ છે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા અભિનીત ફિલ્મમાં બે પિતરાઈ ભાઈઓની વાર્તા બતાવવામાં આવી છે, જે એકબીજાને તેમના પ્રેમ અને નફરતનાં સમીકરણો દ્વારા આઝાદી મેળવવામાં સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો – ક્રોસ બોર્ડર લવ સ્ટોરી” ઉપર બનેલ અદીતી રાવ હૈદરી અને જ્હોન અબ્રાહમની ફીલ્મ નુ ફર્સ્ટ લુક લોન્ચ

એકતા કપૂરની ફિલ્મ “ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સીતારે” નવી દિલ્હીના એક નવા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સેટ થયેલી જોવા મળશે. તે બે પિતરાઇ ભાઇઓની કથાઓ દર્શાવે છે, જેમણે એકબીજાને પ્રેમ અને નફરતના સમીકરણ દ્વારા સ્વતંત્રતા શોધવા માટે સક્ષમ બનાવી છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા સાથે વિક્રમ મસ્સે, અમોલ પારસાર અને આમિર બશીર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન “લિપ્સસ્ટીક અન્ડર માર્ય બુર્ખા” ના ડિરેક્ટર અલંકૃત શ્રીવાસ્તવ કરશે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્માની આ ફિલ્મને પ્રોડ્યુસ શોભા કપૂર અને એકતા કપૂર કરશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Contribute Your Support by Sharing this News: