રાજ્યસભાના આઠ સાંસદો કથીત અભદ્ર વ્યવહાર માટે સસ્પેન્ડ,આપ સાંસદ સંજય સીંહના ધરણા

શેર કરવા અહીં ક્લિક કરો.

 

રાજ્યસભામાં રવિવારના રોજ બે કૃષી બીલોને પસાર કરવાના દરમ્યાન સંસદમાં કથીત રીતે અભદ્ર વ્યવહાર કરવા બદલ કોન્ગ્રેસ,ટીએમસી,આપ,માકપા ના આઠ સાસદોને એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આઠ સસ્પેન્ડેડ સાંસદોમાં ટીએમસી ના ડેરેક ઓ બ્રાયન, ડોલા સેન આપ ના સંજય સીંહ, કોન્ગ્રેસ ના નેતા રાજીવ સાતવ,સૈયદ નાસીર હુસેન,રીપુન બોરા અને માકપા ના કેકે રાગેશ તથા એલારામ નો સમાવેશ થાય છે.

આ હંગામાં વચ્ચે રાજ્યસભાએ કૃષી ઉપજ તથા વ્યાપાર અને વાણીજ્ય વિધેયક બીલ 2020 , કૃષક કીમત આશ્વાશન  તથા કૃષી સેવા બીલને મંજુરી આપી દીધી છે. આ બીલો પહેલાથી જ લોકસભામાં પસાર થઈ ચુક્યા હતા, જેથી હવે આની અમલવારી પહેલા રાષ્ટ્રપતી પાસે મોકલવામાં આવશે.

હોબાળો કેમ થયો ?

રાજ્યસભામાં સમષ્યાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આ બીલ પસાર કરવા માટે નિર્ધારીત સમય ને વધારી દેવામાં આવ્યો આ નિર્ણય લેવાતા વિરોધ પક્ષના સાસંદો કહી રહ્યા હતા કે આ પ્રકારના નિર્ણયો નિયમ મુજબ બધાની સર્વસમ્મતીથી જ લેવાય છે જેથી તેઓ સરકારના વિરોધમાં નારાબાજી કરતા સભાપતીના સામે ભેગા થઈ ગયા હતા. જેમાં તોઓ સરકારને ખેડુત વિરોધી હોવાના આરોપ લગાવી રહ્યા હતા.

આ હંગામાં વચ્ચે કૃષી મંત્રી નરેન્દ્ર સીંહ તોમરે ટુંકમાં તેમની વાત રજુ કરી ઉપસભાપતીએ  આ બિલને પસાર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનાક્રમમાં વિપક્ષ દ્વારા તપાસ માટે લાવેલા ચાર પ્રસ્તાવોને ધ્વનીમતથી નકારવામાં આવ્યા હતા,જેમાં કોગ્રેંસે,ટીએમસી,ડીએમકે,માકપા દ્વારા આ મુદ્દા ઉપર વિભાજન મતની માંગણી કરી હતી.

જે દરમ્યાન ઉપસભાપતીએ તેમની માંગને અસ્વીકાર કરતાજણાવ્યુ હતુ કે મત વિભાજન ત્યારે જ થઈ શકે જ્યારે સભ્યો તેમની શીટ ઉપર હાજર હોય પરંતુ તમે તમારી શીટ ઉપર નથી.જેથી ટીએમસી સાસંદ ડેરેક ઓબ્રાયને નિયમ પુસ્તિકા ઉપ સભાપતી તરફ ઉછાળી હતી. જેથી માર્શલોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ડીએમકે,ટીએમસી,કોગ્રેંસ,માકપાના નેતાઓએ મળીને આ બિલનો પ્રવર સમીતીને મોકલવાની માંગ કરી હતી પરંતુ એમ ન થતા તેમને કાગળો ફાડી હવામાં ઉછાળ્યા હતા.

ઉપસભાપતીએ કોરોના વાઈરસના કારણે ફીઝીકલ ડીસ્ટેન્સ જાળવાવાની વાત કહેતા તેમને હોબાળાને શાંત કરવાની વાત કરી હતી બાદમાં તેમને લાઈવ કાર્યવાહીનો ઓડીયો બંદ કરાવી દીધી હતી અને 15 મીંનીટ માટે સંસદની કાર્યવાહી સ્થગીત કરી દીધી હતી.

જ્યારે સંસદમાં કાર્યવાહી ફરીથી શરૂ કરાઈ ત્યારે વિપક્ષી પાર્ટીઓના વિરોધ વચ્ચે પણ સંસદના ઉપ સભાપતીએ આ કૃષી સંબધીત બીલોને ધ્વની મત થી પસાર કરાવી દીધા હતા.

આપ સાસંદ બેઠ્યા ધરણા ઉપર

 

આ બીલ પસાર થઈ જતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સીહ રાજ્યસભામાં જ ધરણા ઉપર બેસી ગયા હતા  જેમાં તેઓ જણાવી રહ્યા હતા કે  બહુમતી વગર સંસદમાં કૃષી વિરોધી બીલ પસાર કરી દેવામાં આવ્યુ છે. અને અમે ત્યા સુધી આ ધરણા ઉપર બેસી રહેેશુ જ્યા સુધી સરકાર એ નહી જણાવે કે સંસદે બહુમતી વગર આ બીલ પસાક કેવી રીતે કર્યુ?રાજ્યસભામાં સરકાર પાસે પુરતી સંખ્યા નથી છતા પણ આ બીલ સરકારે કેવી રીતે પસાર કર્યુ એ બદલ આપ નેતા સંજય સીંહ આરોપ લગાવી રહ્યા હતા. તેમને વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે આ બીલ થી ખેડુતો મરવા માટે થઈ જશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.