ગુજરાતમાં હીટવેવની અસર, 40થી 42 ડિગ્રી આસપાસ તાપમાનથી લોકો અકળાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હિટવેવની અસર હેઠળ અનેક સ્થળોએ કાળઝાળ ગરમી નોંધાવા લાગી

અમદાવાદ એરપોર્ટ ઉપર હાઇએસ્ટ 42.8 ડિગ્રી સહિત રાજયમાં 10 સ્થળોએ 40થી 41 ડિગ્રી ઉપર મહતમ તાપમાન નોંધાયું 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 28 – સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હિટવેવની અસર હેઠળ અનેક સ્થળોએ કાળઝાળ ગરમી નોંધાવા લાગી છે અને 40થી 42 ડિગ્રી આસપાસ તાપમાનથી લોકો અકળાયા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર હાઇએસ્ટ 42.8 ડિગ્રી સહિત રાજયમાં 10 સ્થળોએ 40થી 41 ડિગ્રી ઉપર મહતમ તાપમાન નોંધાયું હતું.

યુરોપમાં તાપમાન 48°Cએ પહોંચ્યુ, પૃથ્વી પર વધ્યો ખતરો | Temperatures in  Europe hit 48°C, increasing threat to Earth - Gujarati Oneindia

રાજકોટ શહેરમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાતા નગરજનોએ અંગ દઝાડતો તાપ સહન કર્યો હતો. જયારે અમદાવાદ શહેરમાં 41.1 ડિગ્રી, અમરેલીમાં 41.6, વડોદરામાં 40.4, ભૂજમાં 39.9, છોટા ઉદેપુરમાં 39.4 તથા ડાંગમાં 39.6, ડિસામાં 40.3, ગાંધીનગર ખાતે 41 ડિગ્રી, કંડલામાં 35 અને નર્મદા જિલ્લામાં 40.4, ઉપરાંત પોરબંદરમાં 33.3, સુરતમાં 36.6, સુરેન્દ્રનગરમાં 41.6 ડિગ્રી અને વેરાવળ ખાતે 30.1 ડિગ્રી મહતમ  તાપમાન નોંધાવા પામ્યું હતું.

તેમજ સોરઠમાં પણ માર્ચ માસના અંતિમ દિવસોમાં આકાશમાંથી અગનજવાળા વરસી રહી છે. ગરમીએ જોર પકડતા ગઇકાલે જુનાગઢમાં તાપમાન 40.5 ડિગ્રીએ પારો નોંધયો હતો. જે સીઝનનો સૌથી ગરમ દિવસ રહેવા પામ્યો હતો. હજુ પણ ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે.સવારના ઠંડક બાદ બપોરના તાપમાન વધીને 40.5 ડિગ્રીને પહોંચી જવા પામતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આકરા તાપના કારણે રોડ, રસ્તામાં બપોરના સ્વયંભુ કર્ફર્યુ જેવી હાલત થવા પામી છે. મહતમ તાપમાન 40.5 ડિગ્રી લઘુતમ રપ ડિગ્રી અને પવનની ગતિ પ્રતિકલાક 4.5 કિ.મી. નોંધાઇ છે. ભાવનગરમાં પણ ગરમીનું જોર વધી રહ્યું છે. રાત્રે ઉષ્ણતાપમાન વધીને 28.8 થયું છે અને બપોરનું તાપમાન 38.6 ડિગ્રીને આંબી જતા ગરમીનું જોર વધ્યું છે. ગોહિલવાડ પંથકમાં મહતમ તાપમાનની સાથે લઘુતમ તાપમાન પણ ઉંચે જઇ રહ્યું છે.

ભાવનગરમાં ગઇકાલે મહતમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયુ હતું. જયારે આજે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન પણ વધીને 28.8 ડિગ્રી રહ્યું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહેવા પામ્યું હતું. જયારે પવનની ઝડપથી 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જયારે જામનગરમાં આજે મહતમ તાપમાનમાં 3 ડિગ્રી પારો નીચે સરકતા 32.6 ડિગ્રી નોંધાયુ હતું. તો લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટાડો થયો હતો. જોકે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા પહોંચ્યુ હતું. આમ ફરી એકવાર ગુલાબી ઠંડી જેવું મિશ્ર ઋતુ જેવું વાતાવરણ સર્જાયુ હતું.

જામનગર જિલ્લામાં આજે મહતમ તાપમાન 32.6 નોંધાયુ હતું. જયારે લઘુતમ તાપમાનનો પારો 23 ડિગ્રી રહ્યું હતું. તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયુ હતું જયારે પવનની ગતિ પ્રતિકલાક 10.8 કી.મી.ની રહી હતી. ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે અને રાત્રે ઠંડક બાદ મોડી સવારથી તાપમાન વધવા લાગે છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. આજે સવારે રાજયમાં મોટાભાગનાં સ્થળોએ 22 થી 26 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.