.

પાલનપુરમાં રહેતા ખોડલા પ્રા.શાળાના શિક્ષક શ્રી બકુલચંદ્ર વી.પરમાર અને દલવાડાના વતની કપિલકુમાર સેધાભાઈ ચૌહાણ જે દિવ્યાંગ હોવા છતાં હંમેશા દિવ્યાંગોના અનેક કાર્યોમાં સહભાગી બનતા હોઈ છે દિવ્યાંગોને અનેક સેવાઓ પુરી પાડતા હોઈ છે અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે , જાગૃત કરવા માટે કઇક ને કંઈક નવા કાર્યો કરતા હોઈ છે તેવી જ રીતે બકુલચંદ્ર વાલજીભાઈ પરમાર અને કપિલકુમાર સેધાભાઈ ચૌહાણ દ્વારા આજ રોજ તારીખ ૧૯/૬/૨૦૧૯ના રોજ પાલનપુરમાં આર્થિક રીતે નબળા ગરીબ દિવ્યાંગ પરિવારના અભ્યાસ કરતા અને દાંતાના સાજનભાઈ ઠાકોરનો બકુલચંદ્ર વી.પરમાર અને કપિલ એસ.ચૌહાણ ઉપર ફોન આવ્યો હતો કે દાંતામાં એક ગરીબ બાળક છે તે ખરેખર ભણતરમાં આગળ છે તેના માતા પિતા નથી ખુબ જ ગરીબ છે તેને આગળ ભણવું છે પણ પૈસા નથી ચોપડા લાવવાના પણ તો બેધકડક બન્ને દિવ્યાંગ મિત્રોએ આ ગરીબ બાળકને પણ પાલનપુર બોલાવી કુલ 20 ગરીબ દિવ્યાંગ પરિવારના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દફતર , પેન્સિલ ,રબર,સંચો,માપપટ્ટી, કલર બોક્સ , ચોપડા, નોટબુક આપવામાં આવી હતી આ સાથે નિવૃત પી.એસ.આઈ લક્ષ્મણભાઈ છાપીયા , દલિત સંગઠનના પ્રમુખશ્રી દલપતભાઈ ભાટિયા , બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભગાજી વીસાતર, દિપક ચાંદરેઠીયા  તથા દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના દાતાશ્રી ખોડલા પ્રા.શાળાના શિક્ષકશ્રી બકુલચંદ્ર વી.પરમાર અને કાપરા ગામના વિષ્ણુભાઈ સોલંકી તથા સહયોગી બનનાર કપિલ ચૌહાણનો આર્થિક રીતે નબળા ગરીબ દિવ્યાંગ પરિવારોએ ખુબ જ આભાર માન્યો હતો આ સાથે ગરીબ પરિવારના બાળકોના ચહેરાઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો

Contribute Your Support by Sharing this News: