કડી તાલુકામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી

શેર કરવા અહીં ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસથી અનેક જિલ્લા તથા તાલુકા અને સાથે સાથે ગામડાઓ પણ હાહાકાર પોકારી ગયા છે. રાજ્ય સરકાર દ્વારાઆ મહામારીથી બચવા માટે અને પ્રયોગો કરી કોરોના વાયરસ ને નાબુદ કરવા હમેશાં પ્રત્યનશીલ કરતા રહે છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામા પણ કોરોના વાયરસનું સંક્રમણ ખુબજ મોટા પ્રમાણ વધી  રહ્યું છે. તેના અનુસંધાને આજ રોજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કડી તાલુકામાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરવામાં આવી હતી.
 
જેમાં કડી તાલુકાના વડુ ગામે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કડી નગરપાલિકા ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમા પર ફુલહાર પહેરાવી કડી નગરપાલિકા માં આવેલ હોલ ખાતે તેઓ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ સહિત નગરપાલિકાના કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કડી શહેર ખાતે આવેલ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે નોન-કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી અને ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા 50 ઓક્સિજન બોટલની કેપિસિટી વારા પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ભાગ્યોદય હોસ્પિટલ ના ઓફીસ ખાતે ડોકટર અને સ્ટાફ ના સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી કોવિડ માટે ની સારી એવી દર્દીઓને સારવાર મળી રહે તે માટે નું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે સાથે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ,મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલ સાહેબ, કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, મહેસાણા જિલ્લા ભાજપ સહમંત્રી શૈલષભાઈ પટેલ ,કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ,કડીના નગરપાલિકા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર,એપી.એમ.સી ચેરમને વિનોદભાઈ પટેલ,અને કડી તાલુકા હેલ્થ ઓફિસર કોકિલાબેન સહિતના હાજર રહ્યા હતા.
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.