પાલનપુરમાં નવી પેન્શન યોજનાના બદલે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શૈક્ષિક મહાસંઘનો વિરોધ 

શેર કરવા અહીં ક્લિક કરો.

— કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં સંયોજકો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવી  આવેદનપત્ર આપ્યું :

ગરવી તાકાત પાલનપુર : ગુજરાત રાજ્યમાં પણ નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે આજે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચો બનાસકાંઠાના સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ત્યારબાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
પાલનપુર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયોજક ભુરાજી રાઠોડની આગેવાનીમાં મોટી સંખ્યામાં સંયોજકો ઉપસ્થિત રહી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાનાં બેનરો સાથે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. આવેદનમાં જણાવ્યા અનુસાર બંધારણની સાતમી અનુસુચિ હેઠળ રાજ્યના વિષયોમાં ૪૨ મા સ્થાને રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતા પેન્શન એ રાજ્ય સરકારનો વિષય છે તેવો ઉલ્લેખ કરાયો છે
કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આથી ૨૨ ડિસેમ્બર ૨૦૦૩ રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજના ના કેન્દ્ર સરકારના ઠરાવ રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. જૂની પેન્શન યોજનાના બદલે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે તે નિર્વિવાદ બાબત છે તેથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.