મની લોન્ડ્રીંગ કેસમાં ઈડીનો દાવો – સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને કરોડોની ભેટ આપી હતી !

October 16, 2021

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસ ચર્ચામાં છે. કારણકે 200 કરોડ રૂપિયાના આ છેતરપિંડીમાં ઘણી સેલિબ્રિટીના નામ સામે આવી રહ્યાં છે. ઈડી આ કેસની તપાસ કરી રહી છે અને દરરોજ નવા-નવા ખુલાસા કરી રહી છે. એક વેબસાઈટના અહેવાલ મુજબ, સુકેશ ચંદ્રશેખર અને નોરા ફતેહીની સામ-સામે પૂછપરછ કરવામાં આવી. ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે નોરા ફતેહીને સુકેશ ચંદ્રશેખરની સામે બેસાડી હતી અને બંનેને સવાલ-જવાબ કર્યા હતા. અત્યાર સુધીની તપાસમાં આ વાત સામે આવી છે કે નોરા ફતેહીની ઓળખાણ સુકેશ ચંદ્રશેખરની પત્ની તરીકે હતી અને સુકેશે નોરાને એક ઈવેન્ટમાં સામેલ પણ કરી હતી. ઈડી દાવો કરે છે કે આ ઈવેન્ટમાં જ્યારે નોરા સામેલ થઇ હતી ત્યારે સુકેશ ચંદ્રશેખરે નોરાને મોંઘી ભેટ આપી હતી. જેની માર્કેટમાં કિંમત કરોડો રૂપિયા છે.

આ કેસ સંદર્ભે નોરા ફતેહી તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટરીતે કહેવામાં આવ્યું છે કે નોરા ફતેહી આ મની લોન્ડ્રીંગ કેસમાં પીડિત પણ છે અને સાક્ષી પણ છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે નોરા આ કેસની તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને તે કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો ભાગ નથી. સુકેશ ચંદ્રશેખરની સાથેના સંબંધને લઇ નોરા ફતેહીએ સ્પષ્ટતા આપી છે કે તેમનો આરોપી સાથે કોઈ પર્સનલ સંબંધ નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0