- તાલેપુરા ગામેથી ગૌમાંસનો જથ્થો લઇ પાલનપુર આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે ઝડપ્યો
પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાંથી પાલનપુર શહેર પૂર્વ પોલીસે બાતમી આધારે કિલો માંસના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના તાલેપુરા ગામેથી ટવેરા ગાડીમાં ગૌમાંસનો મોટો ગૌમાંસનો મોટો જથ્થો ભરીને પાલનપુર તરફ આવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જે આધારે પૂર્વ પોલીસે પાલનપુર શહેરના પરપોટા વિસ્તાર નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ટવેરા ગાડી આવતા તેની પર શંકા જતા તેને રોકાવી તપાસ કરવામાં આવતા તેમાથી 364 કિલો ગૌમાંસનો જથ્થો લોકોને મળી આવ્યો હતો જેમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી બે મોબાઈલ, ટવેરા ગાડી સહિત કુલ 2,38,900 નો મુદ્દામાલ કબજે લઇ ઉપરોક્ત બન્ને ઇસમો સામે પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરી આ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવા માટે પાલનપુર તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
- ઈશાક ઉર્ફે કાલુ એહમદ બેલીમ
- રૂસ્તમખાન મકરાણી