39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડની ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. જે ચાર દાયકામાં ન થયું, તે પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં થયું
કડી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું. પૂર્વ નાયબ મંત્રીના વાર પર ધારાસભ્ય કરશન સોલંકીનો પલટવાર
ગરવી તાકાત, કડી તા. 06 – 39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડની ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. જે ચાર દાયકામાં ન થયું, તે પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં થયું. ચાર દાયકાથી ભાજપના વર્ચસ્વ સાથે સતત બિનહરીફ રહેલા કડી માર્કેટ યાર્ડમાં પહેલીવાર ચૂંટણી થતા રાજકારણ ગરમાયું છે. કડી માર્કેટયાર્ડની ચૂંટણી હવે નાટકીય વળાંક લઈ રહી છે.
39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં ચૂંટણી થતા નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. નીતિન પટેલના આ નિવેદન સામે ભાજપના ધારાસભ્ય કરસનભાઈ પટેલે સણસણતો જવાબ સંભળાવ્યો છે. આ ચૂંટણીમાં 80 ઉમેદવારો નોંધાયા હતા. પરંતુ ફોર્મ પાછા ખેંચાયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેના માટે 25 ઉમેદવારો મેદાનમાં છે. આજે મતગણતરી પર સૌની નજર છે.
કડી ભાજપને કોઈની નજર લાગી – નીતિન પટેલ – નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, હું કડી યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે એક સ્ફોટક નિવેદન પણ આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું. તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે. નીતિન પટેલે એમ પણ કહ્યું કે, 39 વર્ષથી સભ્ય હોવા છતાં તેઓએ ક્યારેય માર્કેટયાર્ડના ચેરમેન કે અન્ય કોઈ હોદ્દો સ્વીકાર્યો નથી, અને સ્વીકારશે પણ નહિ.
કોઈની નજર નથી લાગી – ધારાસભ્ય કરશન સોલંકી – કડી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું. પૂર્વ નાયબ મંત્રીના વાર પર ધારાસભ્ય કરશન સોલંકીનો પલટવાર. કડી ભાજપને કોઈની નજર લાગી નથી. સાહેબ બોલ્યા છે તો સાહેબ જાણે કોની નજર લાગી છે. નીતિનભાઈ સાહેબે નિયમ બદલ્યા એટલે કાર્યકરો નારાજ થાય છે. પહેલા ચૂંટણી બિનહરીફ થઇ છે, આ વખતે આટલા ફોર્મ ભરાયાં. ચૂંટણીના પરિણામ પછી ખબર પડશે જનાર લાગી છે કે નથી લાગી.