અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં બુધવારે રાત્રી ના ૯.૩૦ વાગ્યા ની આસ પાસ ૧૦ સેકંડ ધરતી દ્રૂજતા ભૂકંપના આંચકા થી ઘર માં રહેલા અને ધાબે ઊંગવા ગયેલા લોકો ને ભૂકંપ ના આંચકા અનુભવાતા ઘર ની બહાર દોડી આવ્યા હતા અચાનક દ્રૂજેલી ધરતી થી પ્રજાજનો માં ફફડાટ ફેલાયો હતો સાબરકાંઠા ના હિંમતનગર શહેર અને મેઢાશન પંથક માં ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો માં ભય ફેલાયો હતો ભૂકંપ ના આંચકા ના અનુભવ અમદાવાદ ના પશ્ચિમ વિસ્તાર માં થલતેજ સેટેલાઈટ અને વેજલપુર વિસ્તાર માં બહુમાળી ઇમારતો માં રહેતા લોકો ને પણ ભૂકંપના આંચકા નો અનુભવ થયો હતો બુધવારે રાત્રી ના ૯.૩૦ વાગે અરવલ્લી અને સાબરકાંઠા ના કેટલાક વિસ્તારો માં ભૂકંપ નો આંચકો અનુભવ વા ની સાથે ૧૦ સેકંડ સમય જેટલા સમય સુધી ધરતી દ્રૂજી ઉઠતા લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘર ની બહાર દોડી આવ્યા હતા આ ધડાકા થી ઘર ના વાસણો ખખડી ઉઠિય હતા ભૂકંપના આંચકા થી ઘર ની બહાર મોડી રાત સુધી ટોળે ટોળા વડી લોકો બેસી રહ્યા હતા લોકો એ ઘર માં જવાનું પણ ટાળ્યું હતું મોડાસા તાલુકા ના મેઢાસણ ગામ ના વ્યક્તિ ઓ ના જણાવ્યા પ્રમાણે ઘર માં રહેલા પલંગ ખુરશી પંખા અને વાસણો ખખડતા લોકો જીવ બચાવવા ઘર ની બહાર દોડી આવ્યા હતા  મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાત માં કેટલાક વિસ્તારો માં ૪.૫ ની તીવ્રતા નો ભૂકંપ નોધાયો હતો બનાસકાંઠા જિલ્લા સહિત ઉતર ગુજરાત ના અનેક વિસ્તારો માં ભૂકંપ ના આંચકા અનુભવાય હતા ૧૦ સેકંડ સુધી આવેલા ભૂકંપના કારણે લોકો માં ફફડાટ ફેલાયો હતો ગભરાયેલા લોકો ઘર ની બહાર દોડી ગયા હતા માહિતી પ્રમાણે ભૂકંપના આંચકા ની તીવ્રતા ૪.૫ ની આસપાસ છે પાલનપુર ડીસા અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં અમદાવાદ ના પશ્ચિમ વિસ્તાર માં અને રાજસ્થાન ના માઉન્ટ આબુ વિસ્તારમાં પણ ભૂકંપ ના આંચકા નો અનુભવ થયો હતો

Contribute Your Support by Sharing this News: